GSTV
Home » News » આજથી આ રાહત ગઈ, હવે 5 હજારને બદલે ખિસ્સામાંથી 10 હજાર કાઢવાની તૈયારી રાખજો

આજથી આ રાહત ગઈ, હવે 5 હજારને બદલે ખિસ્સામાંથી 10 હજાર કાઢવાની તૈયારી રાખજો

જો તમે હજી સુધી તમારું આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યું નથી, તો તમારી પાસે માર્ચ 2020 ના અંત સુધીમાં વિલંબિત આઇટીઆર ફાઇલ કરવાનો સમય છે. જો કે, તમે 31 ડિસેમ્બર સુધીમાં આઈટીઆર ફાઇલ કરો છો, તો પણ તમારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે. હવે આ દંડ વધીને 10 હજાર રૂપિયાએ પહોંચી ગયો છે. 31મી સુધી જ 5 હજાર દંડની જોગવાઈ હતી.

જો તમે 31 ડિસેમ્બરની અંતિમ તારીખ પછી આઇટીઆર ફાઇલ કરો છો, તો દંડ વધીને 10,000 રૂપિયા ભરવો પડશે. નાણાકીય વર્ષ 2018-19 માટે, આવકવેરા વિભાગે આઇટીઆર ફાઇલ કરવા માટે 31 જુલાઇની સમયમર્યાદા નક્કી કરી હતી પરંતુ પછીથી તેને વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી.

નિયત તારીખ પછી આઇટીઆર દાખલ કરનારા તમામનાં ITRને વિલંબિત માનવામાં આવશે અને તે મુજબ દંડ ભરવો પડશે. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 234F હેઠળ, 31 ડિસેમ્બર, 2019 સુધીમાં, રિટર્ન ફાઇલ કરનારને 5000 રૂપિયા દંડ ચૂકવવો પડશે અને ત્યારબાદ, રિટર્ન ફાઇલ કરનારાઓએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

જો આઇટીઆર ફાઇલ કરનારની કુલ આવક પાંચ લાખ રૂપિયા છે, તો વિલંબિત આઇટીઆર માટે દંડ એક હજાર રૂપિયા છે. પરંતુ જો કોઈ વ્યક્તિની કુલ આવક કર મુક્તિની મર્યાદાથી વધુ ન હોય, તો તેને 31 ઓગસ્ટ 2019 પછી, 31 માર્ચ 2020 સુધી આઇટીઆર ફાઇલ કરવા પર લેટ ફાઈન ચૂકવવો પડશે નહીં.

Read Also

Related posts

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

Republic Day: ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ, ભારત દેશ મનાવી રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!