GSTV

નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો નવી તારીખ

રિટર્ન

Last Updated on September 10, 2021 by Damini Patel

સરકારે ગુરુવારે આવકવેરા રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બરે સુધી લંબાવાઈ હતી. આ ડેડલાઇન તેવા લોકો માટે લંબાવવામાં આવી છે જેના એકાઉન્ટને ઓડિટ કરવાનું હોતું નથી. સામાન્ય રીતે તેઓ આઇટીઆર-1 કે આઇટીઆર-4 ફોર્મ્સ એમાથી તેમને જે લાગુ પડતું હોય તે ભરતાં હોય છે.

નાણાપ્રધાન સીતારામને નવું ઇન્કમટેક્સ પોર્ટલ બનાવનારી કંપની ઇન્ફોસિસને કરદાતાઓને પડતી તકલીફો ઉકેલવા 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તકલીફોના લીધે આઇટી રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે.

31 ડિસેમ્બર સુધી લંબાવાઈ

ગયા વર્ષે પણ સરકારે આ જ રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી હતી. પહેલા તેને 31 જુલાઈથી લંબાવી 30 નવેમ્બર કરી હતી. પછી તેને 31 ડિસેમ્બર સુધી લંબાવી હતી. તેના પછી 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી હતી.

આકારણી વર્ષ 2020-21 માટે કરદાતાઓ દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં પડેલી તકલીફોને ધ્યાનમાં રાખતા સીબીડીટીએ આ સમયમર્યાદા લંબાવી છે.

આકારણી વર્ષ 2021-22 માટે સુધારેલા રિટર્ન કે વિલંબિત રિટર્નને ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી તેને 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવાઈ હતી, તેને 31 માર્ચ 2022 સુધી લંબાવાઈ છે.

1.19 કરોડ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા

આવકવેરા વિભાગે તાજેતરમાં જણાવ્યું હતું કે નવા આઇટીઆર પોર્ટલ પર કેટલીય ટેકનિકલ તકલીફોને ઉકેલી લેવાઈ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે 1.19 કરોડ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે સાત સપ્ટેમ્બર 2021 સુધીમાં 8.83 કરોડથી વધારે કરદાતાઓએ પોર્ટલ પર લોગ ઇન કર્યુ હતુ. આમા સપ્ટેમ્બરની દૈનિક સરેરાશ 15.55 લાખની થઈ.

આ ઉપરાંતના અન્ય એક્સ્ટેન્શનોમાં જોઈએ તો અગાઉના વર્ષ 2020-21 માટે કોઈપણ કાયદાકીય જોગવાઈના સંદર્ભમાં રિપોર્ટ ઓફ ઓડિટ પૂરા પાડવાની તારીખ જે 30 સપ્ટેમ્બર 2021 હતી તે લંબાવીને 31 ઓક્ટોબર 2021 કરવામાં આવી હતી તેને હવે 15 જાન્યુઆરી 2022 કરવામાં આવી છે. આ ઉપરાંત આકારણી વર્ષ 2021-22 માટે રિટર્ન ઓફ ઇન્કમની ડયુ ડેટ 31 ઓક્ટોબર 2021 હતી તેને લંબાવીને 30 નવેમ્બર 2021 કરાઈ હતી તે હવે 15 ફેબ્રુઆરી 2022 કરવામાં આવી છે.

આકારણી વર્ષ 2021-22 માટે રિટર્ન ઓફ ઇન્કમની ડયુ ડેટ 30 નવેમ્બર 2021 હતી તેને પહેલા લંબાવીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવ્યા પછી હવે 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાઈ છે.

Read Also

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!