કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકોને રાહત આપતા પ્રમુખ તારીખોને આગળ વધારી દીધી છે. પછી તે નાણાકીય વર્ષ 2018-19ના આઇટીઆર રિટર્ન (ITR Return) ભરવાની તારીખ હોય કે પછી ટેક્સ વિવાદોનો ઉકેલ લાવવા માટે સરકારની ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના હોય. હકીકતમાં સરકારે આવુ કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં લેતા કર્યુ છે. જેથી લોકોને ઘરોમાંથી ઓછુ બહાર નીકળવુ પડે અને લોકો આરામથી પોતાના કામ કરી શકે.
ઇનકમ ટેક્સ રિટર્નની સમયસીમા વધારી

નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટેની સમય મર્યાદા 31 જુલાઇથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. સરકારે 2018-19 માટે મૂળ અને સંશોધિત ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે ત્રીજી વાર સમય મર્યાદા ધારી છે. પહેલા તેની તારીખને 31 માર્ચથી 30 જૂન સુધી વધારવામાં આવી હતી. પછીથી જૂનમાં તેને ફરીથી એક મહિના માટે 31 જુલાઇ સુધી વધારવામાં આવી હતી. કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપને જોતાં સીબીડીટીએ 31 જુલાઇથી આગળ વધારીને 30 સપ્ટેમ્બર 2020 સુધી આગળ વધારી છે.
જાણો કોના માટે કઇ છે અંતિમ તારીખ

- નાણાકીય વર્ષ 2018-19 માટે સંશોધિત ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે.
- 15 ઓગસ્ટ 2020 એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલા કર અને કર્મચારી દ્વારા પ્રાપ્ત કપાતની વિગતો ફોર્મ 16માં ઉપલબ્ધ છે. આઇટીઆર દાખલ કરવા માટે ફોર્મ 16ની જરૂરિયાત હોય છે. સેલરી સ્લિપ અને ફોર્મ 26 એએસ ઉપયોગ કરતાં, કર્મચારી પોતાનું ઇનકમટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે.
- સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્ન ભરવાની તારીખને પણ વધારીને 30 નવેમ્બર 2020 કરી દેવામાં આવી છે.
- બાયોમેટ્રિક આધારને પેનથી જોડવા માટે સમય મર્યાદા 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે.
- પેન્ડિન ઇનકમટેક્સ કેસને સંબંધિત ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાની અંતિમ તારીખને 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે.
Read Also
- દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ
- બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ
- પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત
- ગુજરાત રમખાણોને રાજનીતિક ચશ્મા પહેરીને જોવાયા, ભગવાન શંકરની જેમ 19 વર્ષ સુધી ‘વિષપાન’ કરતાં રહ્યાં પીએમ મોદી : અમિત શાહ
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ