GSTV
Home » News » બૂટ ફેંકનાર શક્તિ ભાર્ગવ પર પહેલાથી જ કેસ ચાલે છે, ઘરમાં 50 લાખ અને હિસાબ 10 લાખનો જ છે

બૂટ ફેંકનાર શક્તિ ભાર્ગવ પર પહેલાથી જ કેસ ચાલે છે, ઘરમાં 50 લાખ અને હિસાબ 10 લાખનો જ છે

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ઘુસીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવકત GVL નરસિમ્હા પર બૂટ ફેકનાર વ્યક્તિ શક્તિ ભાર્ગવ વિશે ચોંકવનારી જાણકારીઓ સામે આવી છે. શક્તિ ભાર્ગવ પર બેનામી પ્રોપર્ટી અને સંદિગ્ય નાણાકીય વ્યવહાર અગે ઈન્કમટેક્સ વિભાગ તરફથી તપાસ ચાલી રહી છે. શક્તિ ભાર્ગવે 3 બંગ્લો ખરીદ્યા છે. જે માટે તેમણે તેમના બેંક એકાઉન્ટમાંથી 11.5 કરોડ રૂપિયા આપ્યા છે. આ બંગલાઓ શક્તિ ભાર્ગવે એમની પત્ની, બાળકો અને સગા-સંબંધીઓના નામે ખરીદ્યા છે.

ઈન્કમટેક્સ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2018માં 3 દિવસ થયેલી તપાસમાં શક્તિ ભાર્ગવનાં ઘરથી 28 લાખ રૂપિયા નકદ અને 50 લાખ રૂપિયાના દાગીનાં મળી આવ્યા હતા. પૂછપરછમાં શક્તિ ભાર્ગવે 10 કરોડથી વધુની રકમમાં નાણાની વિગતો આપી ન હતી. 20 નવેમ્બર 2018નાં રોજ CBIને બ્રિટિશ ઈન્ડિયા કોર્પોરેશન લીમિટેડનાં તાત્કાલીન CMD સહિત અનેક અધિકારી સામે નાણાકીય અનિયમિતાનાં આરોપમાં કેસ નોંધ્યો હતો. જે બાદ ડિસેમ્બર 2018માં શક્તિ ભાર્ગવનાં ઘરે અને ઓફિસે ઈન્કમટેકસ વિભાગે દરોડા પાડ્યા હતા. શક્તિ ભાર્ગવે પોતાને BICL કેસમાં વ્હિસલ બ્લોઅર જણાવ્યું છે.

તપાસમાં શક્તિ ભાર્ગવની અનેક કંપનિઓ વિશે માહિતી મળી હતી. ઈન્ક્મટેક્સ વિભાગની તપાસમાં ખબર પડી કે ભાર્ગવ સાથે જોડાયેલી 8 કંપનીઓએ ઈન્કમટેકસ વિભાગ અથવા બીજી કોઈ સરકારી એજન્સીઓને આપી ન હતી. એટલે કે છુપાઈને આવી કંપનીઓ ચાલી રહી હતી. જેનો સંબંધ શક્તિ ભાર્ગવ સાથે હતો.

READ ALSO

Related posts

વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ અફઘાનિસ્તાને બરાબરનું ધોયું પાકિસ્તાનને

NIsha Patel

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઈ, હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!