GSTV
Business Trending

મોદી સરકારની આ લોકપ્રિય યોજનામાં થયો ફેરફાર, 1 ઓક્ટોબરથી ઈન્કમ ટેક્સ ભરનારા લોકો જોડાઈ શકશે નહીં

મોદી સરકારની સૌથી લોકપ્રિય યોજના અટલ પેન્શન યોજના (APY)માં મોટો ફેરફાર થયો છે. 1 ઓક્ટોબરથી કરદાતાઓ આ યોજનામાં જોડાઈ શકશે નહીં. હાલમાં જ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. નવીનતમ સુધારો જણાવે છે કે 1 ઓક્ટોબર, 2022થી કોઈપણ નાગરિક કે જે આવકવેરાદાતા છે અથવા પહેલા રહ્યા છે, તે અટલ પેન્શન યોજના (APY)માં જોડાવા માટે પાત્ર રહેશે નહીં. PFRDAના ડેટા મુજબ, 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની કુલ સંખ્યા 32.13 ટકા વધીને 312.94 લાખ થઈ છે. યોજનાના ગ્રાહકોમાં જાહેર ક્ષેત્રની બેંકોનો હિસ્સો 2.33 કરોડથી વધુ છે.

 યોજના

એકાઉન્ટ થઈ જશે બંધ

નવા સુધારા મુજબ, જો કોઈ કરદાતા 1 ઓક્ટોબર, 2022ના રોજ અથવા તે પહેલા અટલ પેન્શન યોજનાનો ભાગ બને છે, તો તેનું ખાતું બંધ કરી દેવામાં આવશે અને તેના સંપૂર્ણ નાણાં પરત કરવામાં આવશે.

 યોજના

શું છે અટલ પેન્શન યોજના?

18-40 વર્ષની વય જૂથનો કોઈપણ ભારતીય નાગરિક અટલ પેન્શન યોજના હેઠળ જોડાઈ શકે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધી પેન્શનની જોગવાઈ છે. પેન્શનની રકમ તમારા યોગદાન પર આધારિત છે.

READ ALSO:

Related posts

Amitabh-Jaya Anniversary/ પિતાની આ શરત પર કર્યા હતા લગ્ન, જણાવ્યું સફળ લગ્નજીવનનું રહસ્ય

Siddhi Sheth

જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ

Hina Vaja

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth
GSTV