GSTV

31 માર્ચ પછી પણ PANને આધાર સાથે કરી શકો છો લિન્ક, પરંતુ આ છે શરત

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 છે. જો તમે આ તારીખે તમારા PANને આધાર કાર્ડ સાથે લિંક નહી કરાવ્યું તો આ નિષ્ક્રિય થઈ જશે. ઈનકમ ટેક્સનો ફાયદો ઉઠાવવા માટે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવું જરૂરી છે. પરંતુ તમે આ નક્કી કરેલી ડેડલાઈન સુધી લિન્ક નહી કરાયું તો પરેશાન થવાની જરૂર નથી. તમે 31 માર્ચ પછી પણ લિન્ક કરાવી શકો છો.

શરત એ હશે કે જેટલા દિવસ તમારું પાનકાર્ડ લિન્ક નહી થાય તેટલા દિવસ તમારું પાનકાર્ડ કામ કરતું બંધ થઈ જશે, એટલેકે જો તમે 10 એપ્રિલે લિન્ક કર્યું તો તમારું પાનકાર્ડ લિન્ક તો થઈ જશે પરંતુ 31 માર્ચ પછી 9 એપ્રીલનાં પહેલા સુધી તમારુંપાન કાર્ડ કાર્યરત નહી રહે. અને આ સમય દરમ્યાન તમને ઈન્કમટેક્ક્ષનો પણ ફાયદો નહી મળે.

ઈન્કમટેક્ષનાં નિયમમાં થયો બદલાવ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ઈનકમ ટેક્સનાં નિયમ 1962માં બદલાવ કર્યો છેય ઈનકમ ટેક્સ નિયમ 1962નાં નિયમ 114AA પછી સબ-સેક્શન 114AAA જોડવામાં આવ્યો છે. આ નવા નિયમ અંતર્ગત કોઈપણ ટેક્સપેયર્સને 31 માર્ચ 2020નાં પહેલા પોતાનાં પેનનો આધારથીલિન્ક નથી કરાવ્યા તો તેમનો શું પ્રભાવ પડશે. આ નિયમમાં જણાવવામાં આવી રહ્યું છે.

નવા સબ-સેક્શન 114AAA નાં અનુસાર જે લોકો એ 1 જુલાઈ 2017 સુધી પેન કાર્ડને આવંટિત કર્યું છે. તેમણે 31 માર્ચ 2020નાં પહેલા આધારથી લિન્ક કરવું જરૂરી છે. સેક્શન 139AAનાં સબ સેક્શન (2)નાં અંતર્ગત આધાર નંબર 31 માર્ચ 2020નાં પહેલા લિન્ક નહી કરી શક્યા તેમનો પેન નંબર 31 માર્ચ પછી તરંત નિષ્ક્રિય થઈ જશે.

READ ALSO

Related posts

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

કોરોના સામે લડવા આ થેરાપીની મદદ લેશે કેરળ, આઈસીએમઆરે આપી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!