GSTV
Home » News » ઈનકમ ટેક્સ ઓફિસરને સ્કૂલમાં બેભાન હાલતમાં મળ્યો સાપ, આવી રીતે બચાવ્યો સાપનો જીવ

ઈનકમ ટેક્સ ઓફિસરને સ્કૂલમાં બેભાન હાલતમાં મળ્યો સાપ, આવી રીતે બચાવ્યો સાપનો જીવ

મધ્યપ્રદેશના ઈંદોરમાં એક ઈનકમ ટેક્સ ઓફિસર હાલમાં ચર્ચા છે. ચર્ચાનું કારણ કોઈ કાર્યવાહી નથી,પરંતુ તેમનું અનોખુ કાર્ય છે. આ ઈનકમ ટેક્સ ઓફિસર શેરસિંહ ગિન્નારેએ એક ઝેરી સાપનો જીવ બચાવ્યો છે.

હકીકતમાં ઈંદોરના કનાડિયા રોડ ઉપર સ્થિત બિરલા પબ્લિક સ્કૂલમાં શનિવારે બપોરે અચાનક સાપ દેખાયો હતો. સ્કૂલનાં કર્મચારીઓએ સાપની ઉપર ઝેરી કીટનાશકનો છંટકાવ કર્યો હતો. જેને કારણે ઝેરી સાપ બેભાન થઈ ગયો હતો. મામલાની જાણકારી મળ્યા બાદ શેરસિંહ ગિન્નારે સ્કૂલમાં પહોંચ્યા હતા.

અને સાપનાં પેટમાં પાઈપથી પાણી નાખીને સાપને ઉલ્ટી કરાવી હતી. ઉલ્ટી કરવાથી સાપના પેટમાં પહોંચેલું ઝેરી કીટનાશક બહાર નીકળી ગયુ હતુ. ત્યારબાદ સાપ સ્વાસ્થ્ય થઈ ગયો હતો.

સાપના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ ઠંડા પાણીમાં રાખવામાં આવ્યો હતો. હવે સાપને વનવિભાગની નજર હેઠળ સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે. ગિન્નારે ઈનકમ ટેક્સ ઓફિસર છે અને તેમને જીવ-જંતુઓ સાથે ઘણો લગાવ છે.

READ ALSO

Related posts

આ સામાજિક કાર્યકર્તા 100 સમર્થકો સાથે અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Nilesh Jethva

પ્રોપર્ટીમાં રોકાણ કરતાં પહેલાં આ પોઇન્ટ્સને ધ્યાનમાં રાખો, મોટા નુકસાનમાંથી બચી જશો

Bansari

જમ્મૂ-કાશ્મીરમાં 164 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ, આ જગ્યાઓ પર મળશે બ્રોડબ્રેન્ડ સુવિધા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!