Cash Transaction Notice: જો તમે પણ ટેક્સ ભરો છો તો તમારા માટે ખૂબ જ જરૂરી ખબર છે. તમારી એક ભૂલના કારણે તમને ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે. હકીકતમાં, સરકાર તમારા તમામ નાણાકીય લેણ-દેણ પર નજર રાખે છે. જો તમે એક લિમિટથી વધારે કેશ લેણ-દેણ કરો છો તો તમને ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે.
હકીકતમાં, ઈનકમ ટેક્સ વિભાગને બેંક, મ્યુચ્યુઅલ ફંડ, બ્રોકરેજ હાઉસ અને પ્રૉપર્ટી રજિસ્ટ્રાર પાસે જો કોઈ મોટા કેશ ટ્રાન્જેક્શન કરે છે તો જાણકારી આપવી પડે છે. એવામાં, જો તમે પણ ડિજિટલની જગ્યાએ કેશ ટ્રાન્જેક્શન વધારે કરો છો તો તમે ભૂલ કરી રહ્યા છો.
1.પ્રૉપર્ટીની ખરીદી
જો તમે 30 લાખ કે તેનાથી વધારે વેલ્યૂની પ્રૉપર્ટી કેશમાં ખરીદો કે વેચો છો તો તમારી જાણકારી આવકવેરા વિભાગને આપવામાં આવશે. એવામાં આવકવેરા વિભાગ તમારી આ મામલે પૂછપરછ કરી શકે છે. તમારી પાસેથી આ કેશના સોર્સની પણ જાણકારી લેવામાં આવી શકે છે.
2.Credit Card બિલનું પેમેન્ટ
જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ પણ કેશમાં જમા કરાવો છો તો તમે મુસીબતમાં ફસાઈ શકો છો. જો તમે એકવારમાં, ક્રેડિટ કાર્ડનું બિલ 1 લાખ રૂપિયાથી વધારે કેશમાં જમા કરાવો છો તો આવકવેરા વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં 10 લાખથી વધારેનું ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કેશમાં કરે છે તો તમારે તેનો પણ સોર્સ આપવો પડશે.
3.શેર અને મ્યૂચુઅલ ફંડની ખરીદી
જો તમે શેર બજારમાં રોકાણ કરો છો કે મ્યૂચુઅલ ફંડ, ડિબેંચર અને બૉન્ડમાં મોટી માત્રામાં કેશ લેણ-દેણ કરો છો તો સતર્ક થઈ જાઓ. એક નાણાકીય વર્ષમાં તેમાં 10 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરવા પર તમને ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ મળી શકે છે.
FDમાં કેશમાં ડિપૉઝિટ
જો તમે ફિક્સ્ડ ડિપૉઝિટમાં વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારે પૈસા જમા કરાવો છો તો ઈનકમ ટેક્સ વિભાગ તમારી પાસેથી આ પૈસાના સોર્સની જાણકારી માંગી શકે છે. તમે ડિજિટલ તરીકે જ પૈસાને FDમાં જમા કરો, જેથી ઈનકમ ટેક્સ વિભાગ પાસે તમારા ટ્રાન્જેક્શનનો રેકૉર્ડ રહેશે અને તમને સમસ્યા નહીં થાય.
બેંક એકાઉન્ટમાં કેશ જમા ન કરો
જે રીતે ફિક્સ્ડ ડિપૉઝિટમાં વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધારે કેશ જમા કરો છો તો તમારી પૂછપરછ થઈ શકે છે. તદ્દપરાંત જો તમે કોઈ બેંક કે કો-ઑપરેટિવ બેંકમાં વર્ષભરમાં 10 લાખ કે તેનાથી વધારેની રકમ કેશમાં જમા કરી તો તમે ઈનકમ ટેક્સ વિભાગની રડાર પર આવી જશો. એવામાં, કોઈ પણ રકમ જમા કરવી હોય તો ઑનલાઈન કરો જેથી વિભાગને તમારી લેણ-દેણની ખબર હોય.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય