GSTV
Gujarat Government Advertisement

કાલથી લાગુ થઇ રહ્યા છે આવકવેરાના નવા નિયમો! TDSથી લઇ PF સુધીના નિયમમાં ફેરફાર, જાણો શું શું બદલાઈ જશે

નિયમ

Last Updated on March 31, 2021 by Damini Patel

માર્ચ મહિનો પહેલાથી જ ખુબ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ મહિનાની છેલ્લી તારીખે નાણાકીય વર્ષ સમાપ્ત થઇ જાય છે. કેન્દ્રીયત નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021 રજુ કરતા આવકવેરા નિયમોમાં ફેરફાર કરવાની ઘોષણા કરી હતી. આ ફેરફાર કાલથી એટલે 1 એપ્રિલ 2021થી લાગુ થઇ જશે. આવો જાણીએ ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટમાં ઘોષિત ફેરફારો અંગે જે કાલથી લાગુ થઇ રહ્યા છે.

એક એપ્રિલથી નવા ફાઇનાન્સિયલ ઈયર શરુ થઇ રહ્યો છે. નવા નાણાકીય વર્ષમાં ઘણા નિયમ બદલાઈ જશે, જે બદલાય પછી રોજિંદા જીવનમાં અસર પડશે. ટેક્સથી લઇ બેંકોના મર્જર સુધીના તમામ મોટા ફેરફાર થવાના છે. જેનો સીધો અસર સામાન્ય વ્યક્તિ પર પડવાનો છે.

ટીડીએસ (TDS)

આવકવેરા રીટર્ન ફાઇલ ન કરનારાઓ માટે સરકારે નિયમો ખૂબ કડક બનાવ્યા છે. આ માટે સરકારે આવકવેરા કાયદામાં કલમ 206 એબી ઉમેરી છે. આ અંતર્ગત, હવે આઇટીઆર ફાઇલ કરવામાં નહીં આવે તો, 1 એપ્રિલ 2021 થી ટીડીએસને બમણી કરવાની રહેશે. નવા નિયમો અનુસાર, જેમણે આવકવેરા રીટર્ન ભર્યા નથી તેવા લોકો પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ-ટીસીએસ) પણ વધારે રહેશે. નવા નિયમો અનુસાર, 1 જુલાઈ, 2021થી દંડિત ટીડીએસ અને ટીસીએલ દરો 10-20% રહેશે, જે સામાન્ય રીતે 5-10% છે.

નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ

સરકારે ગત વર્ષે જ બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થાની જાહેરાત કરી છે. જોકે, નાણાકીય વર્ષ 2020-21ના ટેક્સ માટે આ વ્યવસ્થા 1 એપ્રિલ 2021થી લાગૂ થશે. ટેક્સપેયર્સ પાસે 31 માર્ચ 2021 સુધી જ ટેક્સ સેવિંગ વિકલ્પમાં રોકાણ કરવાની તક મળશે. ટેક્સપેયર્સ નાણાકીય વર્ષ 2020-21 માટે ટેક્સ રીટર્ન ફાઈલ કરતા સમયે બે ટેક્સ વ્યવસ્થામાં કોઈપણ એક ને પસંદ કરી શકો છો.

75 વર્ષથી વધુ ઉમરના લોકોને ટેક્સ રાહત

75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ 1 એપ્રિલ 2021 થી આઇટીઆર ફાઇલ કરવાની રહેશે નહીં. આ મુક્તિ તે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી છે જે પેન્શન પર આધારિત હોય અથવા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ પર.

પીએફ ટેક્સ નિયમ

pf

2021-22ના બજેટમાં, કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) તરફથી મળેલા વ્યાજ પર કરની જાહેરાત કરવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષમાં ઇપીએફમાં 2.5 લાખ સુધીનું રોકાણ કરમુક્ત રહેશે. તેના કરતા વધારે રોકાણ કરવા પર વધારાની રકમ પર મળેલા વ્યાજ પર કર લાગશે. મતલબ કે જો તમે વાર્ષિક 3 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો 50 હજાર રૂપિયા પર વ્યાજ દ્વારા મેળવેલી આવક તમારા ટેક્સ સ્લેબના દરે વેરો લાગશે.

પહેલાથી ભરેલ ITR ફોર્મ

કર્મચારીઓની સગવડ અને આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે વ્યક્તિગત કરદાતાઓને હવે 1 એપ્રિલ 2021 થી પૂર્વ ભરેલા આઇટીઆર ફોર્મ આપવામાં આવશે. આનાથી આઇટીઆર ફાઇલ કરવાનું સરળ બનશે.

LTC કેશ વાઉચર

સરકારે લીવ ટ્રાવેલ કંસેશનની જગ્યાએ LTC કેસ વાઉચર સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ કર્મચારીઓની કોઈ નક્કી ગૂડ્સ સર્વિસિસ ની ખરીદી પર LTC અલાઉંસ મલશે. આ સ્કીમ માત્ર 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે. જો કોઈ આ તારીખ સુધી ખરીદી ન કરે તો તેને આ સ્કીમનો લાભ મળતો નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!