GSTV

તમારા દરેક મોટા ખર્ચા પર છે Income Taxની નજર! આ નિયમો બાદ ટેક્સ ચોરી કરવી થઈ જશે અશક્ય

ટેક્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સ સિસ્ટમને પારદર્શક બનાવવા માટે ટેક્સપેયર ચાર્ટરનું એલાન કર્યું છે. તેના માટે તેમણે ‘પારદર્શક કરવેરા – પ્રામાણિકતાનું સન્માન’મંચની શરૂઆત કરી છે. ઈનકમ ટેક્સપેયર્સ (Income Tax) માટે તેમાં ઘણા પ્રકારની સુવિધીઓનું એલાન કરવામાં આવ્યું છે જાનાથી ટેક્સ કમ્પ્લાયન્સને સરળ અને પારદર્શી બનાવી શકાય. પરંતુ જો તમને લાગે છે કે ટેક્સપેયર્સ સુવિધાઓ લઈને પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ ગયો છે તો જરા સાવચેત થઈ જાઓ.  

ટેક્સપેયર્સ પર પણ જવાબદારી

આ ટેક્સ ક્રાંતિની સાથે સાથે ટેક્સપેયર્સ પર પણ જવાબદારી નાખવામાં આવી છે એ પણ સંપૂર્ણ ઈમાનદારીની સાથે પોતાનો ટેક્સ ચુકવો. સારી જાણકારીઓ ટેક્સ વિભાગની સાથે શેર કરો. ટેક્સપેયર્સ ખર્ચામાં હેરફેર ન કરે અને ટેક્સ ચોરીના રસ્તા ન અપનાવે તેની વ્યવસ્થા પણ સરકારે કરી દીધી છે. તેના માટે સરકારે એક મેન્યુઅલ તૈયાર કર્યું છે. જેને જાણવી ખૂબ જ જરૂરી છે.  Expansion of scope od Reporting of transactionના નામથી તેને જાહેર કરવામાં આવ્યું છે. તેમાં તમે જે પણ મોટો ટ્રાન્જેક્શન, ખરીદારી અથવા યાત્રા કરોશો તે તમારા ઈનકમ ટેક્સના ફર્મ 26ASમાં જોવા મળશે. તમે તેમાંથી ફક્ત 12 પોઈન્ટ્સમાં સમજો કે નવા ટેક્સ સિસ્ટમમાં તમારા માટે શું થવાનું છે.

Income Tax
  1. જો ટેક્સ પેયર વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુ સ્કૂલની ફિસ અથવા ડોનેશન આપે છે તો સરકારને તેની જાણકારી હશે.
  2. જો તમારૂ વિજળીનું બિલ એક લાખ રૂપિયા કરતા વધારે આવે છે તો તે પણ ફોર્મ 26ASમાં જોવા મળશે.
  3. જો તમે ડોમેસ્ટિક કે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ કરી રહ્યા છો તો તેની જાણકારી પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટટને હશે.
  4. જો તમે હોટલ્સમાં રોકાવ છો અને તેના માટે 20 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરો છો તો પણ તમે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં આવી જશો.
  5. જો તમે વર્ષમાં એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ જ્વેલરી, વોશિંગ મશીન, ફ્રિઝ, પેઈન્ટિંગ, માર્બલ વગેરે પર કરો છો તો થોડુ સાવચેત થઈ જજો કારણ કે દરેક વસ્તુ સરકારને ખબર પડી જશે.
  6. કરન્ટ એકાઉન્ટમાં 50 લાખથી વધુ લેવડ-દેવડ થાય છે તો તેની પણ રિપોર્ટિંગ 26ASમાં થશે.
  7. નોન કરેન્ટ એકાઉન્ટમાં 25 લાખછી વધુના લેવડ-દેવડ પર પણ ઈનકમ ટેક્સ વિભાગની નજર રહેશે.
  8. વાર્ષિક 20 હજાર રૂપિયા પ્રોપર્ટી ટેક્સ ભરનાર લોકો માટે સંભાળીને રહેવાની જરૂર છે કારણ કે આ દરેક જાણકારી સરકારની પાસે હશે.
  9. લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ 50 હજારથી વધુ અને હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ 20 હજારથી વધુ હોવા પર આ ફોર્મ 26ASમાં દેખાશે.
  10. ડીમેટ એકાઉન્ટ, શેર લેવડ-દેવડ, બેન્ક લોકર્સ વિશે પણ હવે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર રહેશે. 
  11. જો કોઈ વ્યક્તિ બેન્કમાંથી 30 લાખ રૂપિયાની લેવડ-દેવડ કરે છે તો તેને ટેક્સ રિટર્ન ફાઈલ કરાવવાનો રહેશે. ભલે આ લેવડ-દેવડ રિપોર્ટ થઈ હોય કે નહીં
  12. દરેક પ્રોફેશનલ્સ, બિઝનેસમેન, જેમનું ટર્નઓવર 50 લાખ રૂપિયાથી વધુ છે, તેમને પણ રિટર્ન ફાઈલ કરાવવું ખૂબ જરૂરી છે.

Read Also

Related posts

ડ્રગ્સ કનેક્શન : NCBનું સમન્સ પહોંચતા જ ગોવાથી મુંબઈ પરત ફરશે દિપીકા, આ તારીખે થશે પૂછપરછ

Mansi Patel

અમદાવાદમાં ટેસ્ટ વન, ટેસ્ટ ઓલની જાહેરાત/ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કરાવી શકશે ટેસ્ટ

Pravin Makwana

ફરવા જવું છે પણ કંઈ હોટલમાં રોકાઈશું તેની ચિંતા સતાવી રહી છે? તો હવે IRCTC કરશે તમને મદદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!