GSTV

અતિઅગત્યનું/ ભાડાના ઘરમાં રહેનારને ઇનકમ ટેક્સમાં મળે છે આટલી છૂટ, નિયમો અને શરતો તમારા માટે જાણવા જરૂરી

ઇનકમટેક્સ

Last Updated on November 25, 2021 by Bansari

જો તમે હજુ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કર્યું નથી, તો તરત જ રિટર્ન ફાઈલ કરો. ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમે 31મી ડિસેમ્બર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાય છે. આવકવેરા વિભાગે કરદાતાઓને અપીલ કરી છે કે તેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને ITR ફાઈલ કરે. આવકવેરા વિભાગનું કહેવું છે કે ઇનકમ ટેક્સ રિટર્ન અથવા ITR ફાઇલિંગ ઓફિશિયલ વેબસાઇટ incometax.gov.in પર જઈને કરી શકાય છે. નવા પોર્ટલમાં ફોર્મ 26AS માટે સરળ ડાઉનલોડ સુવિધા પણ છે. ફોર્મ 26AS, જેને એન્યુઅલ સ્ટેટમેન્ટ ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં કરદાતાની તમામ ટેક્સ સંબંધિત માહિતી જેમ કે TDS, એડવાન્સ ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે.

ઇનકમ

HRA વિના મકાનના ભાડા પર છૂટ

જો તમે ઘરના ભાડા તરીકે આપવામાં આવેલી રકમ પર ઇનકમ ટેક્સમાં છૂટ ઇચ્છતા હોવ તો પ્રથમ શરત એ છે કે તમે પગારદાર વ્યક્તિ હોવા જોઇએ. તમારા પગારમાં હાઉસ રેટ એલાઉન્સ (HRA)નો સમાવેશ થાય છે, જે આવકવેરાની કલમ 10(13A) હેઠળ ચોક્કસ મર્યાદા સુધી કરમુક્ત છે.

જાણો શું છે નિયમો અને શરતો

મોટાભાગની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે, હાઉસ રેંટ અલાઉન્સને તેમની સેલરીના ભાગ તરીકે ગણવામાં આવે છે. આવકવેરા અધિનિયમ 1961માં કર્મચારીઓને ચૂકવવામાં આવતા મકાન ભાડા પર કપાતનો દાવો કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. તે જ સમયે, આવા કર્મચારીઓ આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ ચૂકવવામાં આવેલા મકાન ભાડા પર છૂટનો દાવો કરી શકે છે. સાથે જ, આ નિયમ સ્વ-રોજગાર ધરાવતા લોકોને પણ લાગુ પડે છે, પરંતુ છૂટનો લાભ મેળવવા માટે, કેટલાક નિયમો અને શરતોને સમજવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરવા માટે કર્મચારીએ નાણાકીય વર્ષ દરમિયાન HRA મેળવ્યું ન હોવું જોઈએ.

ઇનકમ

HRA માં છૂટનો દાવો કરનાર કરદાતા કલમ 80GG હેઠળ ચૂકવવામાં આવેલા ભાડા પર કપાતનો દાવો કરી શકતા નથી. ઉપરાંત, કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરનાર વ્યક્તિ પાસે શહેરમાં કોઈ ઘર હોવું જોઈએ નહીં. જે શહેરમાં ઓફિસ આવેલી હોય અથવા ધંધો ચાલતો હોય ત્યાં પત્ની, સગીર બાળક અથવા હિંદુ અવિભાજિત પરિવારના નામે ખરેખર કોઈ ઘર ન હોવું જોઈએ. બીજી તરફ, જો કોઈ કર્મચારીનું શહેરમાં ઘર છે જ્યાં તે પણ કામ કરે છે, તો તે કપાતનો દાવો કરી શકશે નહીં.

કપાતનો લાભ કેવી રીતે મળશે?

કરદાતાએ ફોર્મ 10BA ફાઇલ કરવું પડશે, ત્યારબાદ તે આ કપાતનો દાવો કરી શકશે. તે જ સમયે, જે કરદાતાએ વૈકલ્પિક અથવા નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કર્યો છે તે આ કપાતનો દાવો કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે કપાત એક ફોર્મ્યુલાના આધારે ગણવામાં આવે છે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!