GSTV

INCOME TAX ના ભર્યો તો બચવું મુશ્કેલઃ એવા લોકો પર લાગશે ભારે મોટો દંડ, સિસ્ટમ જ બતાવી દેશે નામ

Last Updated on June 22, 2021 by Harshad Patel

આવકવેરા રીટર્ન ભરનારા લોકો માટે સરકારે સિસ્ટમ ખૂબજ સખત- કડક બનાવી છે. 1 જુલાઇથી આવા લોકો પર વધુ ટીડીએસ અને ટીસીએસ વસૂલવામાં આવશે. આવા લોકોને ઓળખવા માટે, આવકવેરા વિભાગે નવી સિસ્ટમ તૈયાર કરી છે, જેની પાસેથી 1 જુલાઇથી ઊંચો ટેક્સ લેવામાં આવશે.

રિટર્ન ફાઇલ ન કરવા બદલ વધુ ટીડીએસ / ટીસીએસ વસૂલાશે

2021 ના બજેટમાં એક જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત, જે લોકો બે નાણાકીય વર્ષ સુધી ઈન્કમટેક્સ ફાઈલિંગ કરતા નથી તેવા લોકો પાસેથી વધુ ટીડીએસ (ટેક્સ કપાત પર સ્રોત) વસૂલશે, જો આ બે વર્ષમાં કપાત 50,000 અથવા તેથી વધુ રહ્યું હોય છે.

સીબીડીટીએ પરિપત્ર જારી કર્યો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ પણ આ અંગે એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જેઓ કલમ 206AB અને 206CCA (206 એબી અને 206 સીસીએ) હેઠળ રિટર્ન ભરતા નથી તેમના પર વધુ ટીડીએસ / ટીસીએસ વસૂલાશે. આઇટી વિભાગે ટ્વિટ કર્યું છે કે ટીડીએસ / ટીસીએસના પાલનના ભારને ઘટાડવા માટે, કલમ 206 એબી અને 206 સીસીએની પાલન તપાસ માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

નવી સિસ્ટમ (કંપ્લાયન્સ)પાલનનો ભાર ઘટાડશે

સીબીડીટીએ કહ્યું કે ટીડીએસ કપાત કરનાર અથવા ટીસીએસ કલેક્ટરને એ વાતની જાણ કરવા માટે કે કપાત કરનાર અથવા કલેક્ટી એ જ ‘નિશ્ચિત વ્યક્તિ’ છે કે કેમ તે શોધવા માટે સખત મહેનત કરવી પડી શકે છે, જેનાથી તેમના પર કંમ્પાયન્સનો વધુ બોઝ પડી શકે છે. એટલા માટે આ નવી સિસ્ટમ તેમના પરનો આ ભાર ઘટાડી શકે છે.

પાન નંબર નાંખતા જ આવી જશે તમામ જાણકારી

આ નવી વ્યવસ્થા હેઠળ TDS ડિડક્ટર અથવા TCS કલેક્ટર ડિડક્ટી અથવા કલેક્ટીનું પાન નંબર આ નવી સિસ્ટમમાં નાંખીને જોઈ શકશે કે ડિડક્ટી અથવા કલેક્ટી એ જ ‘નિશ્ચિત વ્યક્તિ’ છે કે કેમ તે જોવામાં સમર્થ હશે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆતમાં છેલ્લાં બે વર્ષ 2018-19 અને 2019-20ને લઈને ‘નિર્દિષ્ટ વ્યક્તિઓની’ એક લિસ્ટ તૈયાર કરી છે. આ લિસ્ટમાં તે કરદાતાઓના નામ છે કે જેમણે આ વર્ષ 2019-20 અને 2020-21 બંનેમાં આવકવેરા રિટર્ન ભર્યું નથી. અને આ છેલ્લા બે વર્ષમાં કોનું ટીડીએસ, ટીસીએસ અલગ અલગ રૂ .50,0000 અથવા તેનાથી વધુ છે.

ટીડીએસ એટલે શું

ટીડીએસ એ તમારા આવકના સ્રોત એટલે કે પગારમાંથી કાપવામાં આવે છે. ટીડીએસ એ આવકવેરાનો એક ભાગ છે, જે કરદાતા દ્વારા ચૂકવણી કરવામાં આવી છે. તેનું સેટલમેન્ટ આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરતી વખતે થાય છે. દરેક પગારદાર વર્ગના હાથમાં જે પગાર આવે છે તે ટીડીએસ બાદ કર્યા પછી જ આવે છે. તમારી કંપની ટીડીએસ કાપતી હોય છે. તેને ડિડક્ટર કહેવામાં આવે છે અને તમે ટીડીએસ કપાવ્યો છે એટલે તમને ડિડક્ટી કહેવામાં આવે છે. તમારી કંપની આ ટીડીએસની રકમ સરકારને આપે છે. ટીડીએસ કપાત તમારા પગાર, રોકાણો પર મળેલા વ્યાજ, વ્યાવસાયિક ફી, કમિશન અને દલાલીમાં શામેલ છે.

ટીસીએસ શું છે

ટીસીએસ વેચનાર વેપારી, વિક્રેતા, દુકાનદાર દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે, જ્યારે કોઈ વેચનાર કોઈ માલ વેચે છે, ત્યારે તે ખરીદનાર પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે, તેને ટીસીએસ કહેવામાં આવે છે, આ ટીસીએસ જમા કરાવવાની જવાબદારી વેચનારની છે. ફક્ત અમુક પ્રકારની વસ્તુઓના વેચાણકર્તાઓ જ તેને એકત્રિત કરે છે. આ વસ્તુઓમાં લાકડું, ભંગાર, ખનિજ વગેરે શામેલ છે. જ્યારે ચુકવણીની મર્યાદાથી વધુ હોય ત્યારે જ આ પ્રકારનો ટેક્સ કાપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પૂરતા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!