GSTV
Home » News » બેંકોને ટેક્સ ડિફોલ્ટર્સની સંપત્તિની જાણકારી આપશે આયકર વિભાગ

બેંકોને ટેક્સ ડિફોલ્ટર્સની સંપત્તિની જાણકારી આપશે આયકર વિભાગ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ ઈનકમ ટેક્સ (IT) વિભાગને આદેશ કર્યો છેકે, જનહિત માટે તેઓ એવા લોન ડિફોલ્ટર્સની સંપત્તિઓ અને ખાતાની માહિતી સરકારી બેંકોને આપે, જેની જાણકારી બેંકોના વિભાગ દ્વારા માંગવામાં આવે. આ પગલાંનો ઉદ્દેશ્ય ડિફોલ્ટર્સ પર કડક બનવાનું અને જનતાના પૈસાની વસૂલી કરવામાં મદદ કરવાનો છે.

સીબીડીટીનાં આદેશ મુજબ, ટેક્સ વિભાગ ઈનકમ ટેક્સ રિટર્નમાંથી આ સુચનાઓ કાઢશે.  સીબીડીએ પોતાનો બધા જ ફિલ્ડ અધિકારીઓને આ આદેશ આપ્યો છે. CBDT આઈટી વિભાગની નીતિ નક્કી કરશે. CBDTનું કહેવું છેકે, સરકારી બેંકો તરફથી ડિફોલ્ટર્સની સૂચનાઓ માટે આવેદન મળ્યા છે.

જેમાં બેંકોએ રિકવરી માટે લોન ડિફોલ્ટર્સની અચળ સંપત્તિઓની જાણકારી માંગી છે. ત્યાપબાદ જનહિતને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે.  CBDTનું માનવું છેકે, લોન ડિફોલ્ટર્સની સંપત્તિઓની માહિતી સરકારી બેંકોને શેર કરવી જનહિતમાં છે. જો સરકારી બેંકો તરફથી અનુરોધ કરાયો હોય તો, સંપત્તિની માહિતી સિવાય બેંક એકાઉન્ટ્સ અને લોન ડિફોલ્ટર્સનાં દેવાદારોની માહિતી પણ આપી શકે છે.

આદેશમાં કહેવાયુ છેકે, વિભાગ પાસે આ સૂચના 50 લાખ રૂપિયા વાર્ષિકથી વધુ આવકવાળા વ્યક્તિ અથવા એચયુએફ તરફથી જમા કરાયેલી આઈટીઆર દ્વારા ઉપલબ્ધ થાય છે. CBDTનું કહવું છેકે, ટેક્સ અધિકારી ફક્ત લોન આપનાર, મોર્ટગેઝર અને ગેરન્ટરની સુચનાઓની માહિતી આપી શકે છે. બેંકોને સૂચના આપતી વખતે બેંક અને તેના અધિકારી પાસેથી લેખિતમાં ગેરંટી લેવામાં આવશેકે, આ સુચનાનો ઉપયોગ ફક્ત વસૂલી માટે જ કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદથી જયપૂર જતી ફ્લાઈટમાં બે કબૂતરોએ મચાવ્યો આતંક, અફરા તફરીનો માહોલ સર્જાયો

Mayur

કનૈયા કુમાર પર ચાલશે રાજદ્રોહનો કેસ, કેજરીવાલનો માન્યો ખૂબ ખૂબ આભાર

Arohi

WHOની ચેતવણી: ઈરાનમાં કોરોનાથી 34નાં મોત, ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!