GSTV
Home » News » 3500 કરોડની ટેક્સ ચોરીની તપાસ માટે શેરબ્રોકરો અને ટ્રેડર્સનાં 39 ઠેકાણાઓ ઉપર ITના દરોડા

3500 કરોડની ટેક્સ ચોરીની તપાસ માટે શેરબ્રોકરો અને ટ્રેડર્સનાં 39 ઠેકાણાઓ ઉપર ITના દરોડા

3500 કરોડ રૂપિયાના કરચોરીના આક્ષેપ અંગે તપાસ માટે આવકવેરા વિભાગે શેરના દલાલો અને વેપારીઓના 39 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીડીટીએ શનિવારે જણાવ્યું હતું કે દેશના અનેક શહેરોમાં બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) થી જોડાયેલા દલાલો અને વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગના નીતિ નિર્ધારણ સાથે સંકળાયેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કહ્યું કે દરોડા 3 ડિસેમ્બરે મુંબઇ, કોલકાતા, કાનપુર, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, હૈદરાબાદ અને ગાઝિયાબાદમાં 39 સ્થળોએ કરવામાં આવ્યા હતા. આ સ્થળોએથી આશરે 1.20 કરોડ રૂપિયાના બેનામી રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

સીબીડીટીના જણાવ્યા અનુસાર, કાર્યવાહી એવા દલાલો અને વેપારીઓ સામે કરવામાં આવી હતી, જેઓ સીધા ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટોક વિકલ્પોના રિવર્સલ ટ્રેડિંગ દ્વારા બીએસઈ પર નફા / નુકસાનની સગવડમાં સામેલ હોય. આ સિવાય લાંબા સમયનાં કેપિટલ ગેઈનમાં ટેક્સ છૂટનો લાભ લેના માટે મોટી ગડબડી કરી હોવાની વાત સામે આવી છે. આના માધ્યમથી આશરે 2000 કરોડની કરચોરી થઈ હોવાનું અનુમાન છે.

આ રીતે ચૂનો લગાવતો હતો

સીબીડીટીના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે સ્ટોક બ્રોકર્સ અને ટ્રેડર્સ લિક્વિડ સ્ટોક ઓપ્શન દ્વારા ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખરીદી કરે છે. ત્યારબાદ બહુજ નાના સમયગાળામાં રિવર્સલ ટ્રેડનો ઉપયોગ કરીને, પોતાના ખાતામાં કૃત્રિમ લાભ/ખોટ બતાવે છે. આ પ્રકારે કંપનીઓને ઈચ્છિત નફો/ખોટ બતાવવાની તક મળે છે.

READ ALSO

Related posts

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi

ચાલતા જવા માટે Uber આપશે પાર્ટનરની સુવિધા, કિંમત જાણી આવી જશે ચક્કર….

NIsha Patel

વિદ્યાર્થીઓ થઈ જાઓ ટેન્શન ફ્રી, આ એપ થકી સેકન્ડોમાં કરી શકશો ગણિતના કોઈપણ પ્રશ્નનું સમાધાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!