GSTV

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2020-21માં અત્યારસુધીમાં 39 લાખ ટેક્સપેયર્સને 1.26 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યું છે. નાણાકીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલય તરફથી કરવામાં આવેલા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફંડ 34352 કરોડ રૂપિયા અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92376 કરોડ રૂપિયા છે. વિભાગે જણાવ્યું છે કે, 39.14 લાખ ટેક્સપેયર્સને 1,26,909 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે.

ટેક્સ રિફંડનો આ આંકડો 27 ઓક્ટોબર 2020 સુધીનો છે

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં આપવામાં આવેલા ટેક્સ રિફંડનો આ આંકડો 27 ઓક્ટોબર, 2020 સુધીનો છે. વિભાગે 1 એપ્રિલથી 15 સપ્ટેબરની વચ્ચે 30 લાખથી વધારે કરદાતાઓને 1.06 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યું હતું. જેમાં 29.17 લાખ ટેક્સપેયર્સને 31, 741 કરોડ રૂપિયા વ્યક્તિગત ઈનકમ ટેક્સ રિફંડ અને 1.74 લાખ કરદાતાઓને 74,729 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, તેણે 30.92 લાખથી વધારે કરદાતાઓને 1 એપ્રિલ, 2020થી 15 સપ્ટેબર 2020 સુધીમાં 1,06,470 કરોડ રૂપિયાથી વધારાનું રિફંડ જાહેર કર્યું હતું.

માત્ર ITR ભરનારને મળે છે રિફંડ

કેન્દ્ર સરકાર ટેક્સપેયર્સ વિના કોઈ વિઘ્ને ટેક્સ સાથે જોડાયેલી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકી રહી છે. અને સતત રિફંડ જાહેર કરવામાં આવી રહ્યાં છે. ઈનકમ ટેક્સ રિટર્ન તે જ ટેક્સપેયર્સ માટે જાહેર કરવામાં આવે છે. જેણે આઈટીઆર ભર્યું હોય. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા ટેક્સની તપાસ કરે છે. તે બાદ તમને રિફંડ જાહેર કરે છે.

આવી રીતે જાણો તમને રિફંડ મળ્યું છે કે નહીં

  • તમારે ઈનકમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. ત્યાં તમારૂ પોર્ટલ લોગઈન કરો. તે માટે તમારે પાન કાર્ડ નંબર, ઈ-ફાઈલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવાનો રહેશે.
  • પોર્ટલ પ્રોફાઈલ ખુલ્યા બાદ તમારે View returns/forms પર ક્લિક કરવાનું રહેશે.
  • તે બાદ તમારે ડ્રોપ ડાઉન મેન્યુમાંથી Income Tax Returns પર ક્લિક કરીને સબમીટ કરવાનું રહેશે. હાઈપરલિંક એકનોલેજમેંટ નંબર પર ક્લિક કર્યાં બાદ એક નવી સ્ક્રિન ખુલશે.
  • આ સ્ક્રિન પર તમને ફાઈલિંગની ટાઈમલાઈન, પ્રોસેસિંગ ટેક્સ રિટર્ન અંગે જાણકારી મળશે. તેમાં ફાઈલિંગની તારીખ, રિટર્ન વેરીફાઈ કરવાની તારીખ, પ્રોસેસિંગ પુરી થવાની તારીખ, રિફંડ જાહેર કર્યાની તારીખ અને પેમેન્ટ રિફંડ અંગે જાણકારી હશે.
  • જો તમારૂ ટેક્સ રિફંડ ફેલ થઈ જાય છે તો આ સ્ક્રિન પર તમાને તેનું કારણ પણ જણાવવામાં આવશે.

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!