કામનો ભાર અને ટેક્સ કલેક્શનનું લક્ષ્ય ઉંચુ હોવાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ બે ડઝન ગેઝેટેડ આયકર અધિકારીઓએ નોકરી છોડી દીધી છે.

ઈનકમ ટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનનાં ઉપપ્રમુખ ભાસ્કર ભટ્ટાચાર્યએ એજન્સીને જણાવ્યુ, અમારા વિભાગની સ્થિતી હકીકતમાં ખરાબ છે. અહીં કામનું દબાણ બહુજ વધારે છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન 22થી 23 અધિકારીઓએ નોકરી છોડી દીધી છે. ભટ્ટાચાર્યએ કહ્યુકે, પાછલા થોડા વર્ષોમાં કામનું દબાણ બહુ વધારે વધી ગયુ છે. ITGOAમાં દેશભરનાં 9,500થી વધારે ગેઝેટેડ અધિકારીનો સમાવેશ થાય છે.

ઈનકમ ટેક્સ વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન કર્યુ છે. જેવર્ષ 2020નાં નાણાકીય વર્ષનાં 13.35 લાખ કરોડ રૂપિયાનાં કુલ બજેટ લક્ષ્ય કરતાં અડધા કરતાં પણ ઓછું છે. આ કારણે અધિકારીઓ ઉપર મહેસૂલ વસૂલાતનું દબાણ છે.
READ ALSO
- દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન
- રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર
- ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે
- 1 ફેબ્રુઆરીથી રેલવેમાં મુસાફરી મોંઘી થઇ જશે, ભાડામાં થશે આટલો વધારો
- સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ