GSTV
Home » News » ટેક્સ કલેક્શન વધારવા માટે આયકર વિભાગ ભરવા જઈ રહ્યુ છે આ પગલા, ટેક્સ ચોરોની મુશ્કેલી વધશે

ટેક્સ કલેક્શન વધારવા માટે આયકર વિભાગ ભરવા જઈ રહ્યુ છે આ પગલા, ટેક્સ ચોરોની મુશ્કેલી વધશે

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં ટેક્સ કલેક્શન છ ટકા કરતાં વધારે ઘટી ગયુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આયકર વિભાગ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનને વધારવા માટે મોટું અભિયાન શરૂ કરવા જઈ રહ્યુ છે.  આ અભિયાન હેઠળ મોટા ટેક્સ ચોરોની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગયા સપ્તાહે થઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક

મીડિયા રિપોર્ટસ મુજબ, ગયા સપ્તાહે આયકર વિભાગના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં વસૂલી પ્રક્રિયામાં તેજી લાવવા માટે અને પડતર મામલાઓને 31 જાન્યુઆરી સુધીમાં પતાવવા માટે સૂચના આપવામાં આવી છે. બેઠકમાં જરૂર પડે તો છાપેમારી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ, સપ્ટેમ્બર 2019 સુધીમાં દેશમાં લગભગ 60,000 મામલા તપાસ માટે પડતર હતા. બેઠકમાં આ મામલાઓને જલ્દીથી જલ્દી પતાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આયકર વિભાગ મામલાઓની તપાસ માટે ડેટા એનાલિસિસનો ઉપયોગ પણ કરી રહ્યુ છે. આયકર વિભાગ સિસ્ટમ દ્વારા દરેક ખાતાનાં ખર્ચનાં આંકડાઓને સાથે મેળવવામાં આવે છે. ખાતામાં ફેરબદલ થવા પર વિભાગો રેડ ફ્લેગ જાહેર કરે છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં 15 જાન્યુઆરી સુધી લગભગ 7.25 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયુ છે. આ આંકડાઓમાં 3.83 લાખ કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ અને 3.25 લાખ કરોડ રૂપિયાની પર્સનલ ઈનકમ ટેક્સ સામેલ છે. પાછલા નાણાકીય વર્ષ 2018-19માં એપ્રિલથી 15 જાન્યુઆરી દરમ્યાન 7.73 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયુ હતુ.

READ ALSO

Related posts

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!