GSTV

Big Breaking / સોનુ સૂદના ઘર અને મુંબઇ ઓફિસ સહિત 6 જગ્યાઓ પર ઇનકમ ટેક્સ વિભાગની તપાસ, આ કારણે થઇ કાર્યવાહી

Last Updated on September 15, 2021 by Bansari

મુંબઇમાં અભિનેતા સોનૂ સૂદની ઓફિસનું ઇનકમ ટેક્સ વિભાર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમ અધિકારીઓએ જણાવ્યું. શાળાના વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારના મેંટરશિપ પ્રોગ્રામ માટે અભિનેતાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાના ગણતરીના દિવસો બાદ આ ટેક્સ સર્વે કરવામાં આવી રહ્યો છે.

6 સ્થળોએ તપાસ

sonu sood

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘરે સર્વે કર્યો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, તેના ઘરમાંથી કોઈ વસ્તુ જપ્ત કરવામાં આવી નથી. આવકવેરા વિભાગની ટીમ બુધવારે સવારથી તેમના ઘરે પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ સવારથી જ તેના ઘરે સર્વે કરી રહી છે. જોકે, ટીમે હજુ સુધી કોઈ જપ્તી કરી નથી. આવકવેરા વિભાગે માત્ર તેમના ઘરે જ નહીં પરંતુ, સોનુ સૂદને લગતા 6 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે.

રાજકારણમાં સામેલ થવાની અટકળો પર સોનુ સૂદે મૂક્યુ પૂર્ણ વિરામ

સોનુ સૂદે તે બેઠક બાદ રાજકારણમાં સામેલ થવાની સંભાવનાઓ પર વિશેષ રૂપે દિલ્હીની સત્તારૂઢ આમ આમદી પાર્ટીના સવાલોનો જવાબ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

જણાવી દઇએ કે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલા ‘સર્વે (ખાતાનું નિરીક્ષણ) અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યવસાયિક પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, અધિકારીઓ દસ્તાવેજો જપ્ત કરી શકે છે.

સોનુ

કોરોના કાળમાં બન્યો હતો ગરીબોનો મસીહા

ઉલ્લેખનીય છે કે, કોરોના સમયગાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબો માટે મસીહા બની ગયો હતો. તેમણે સ્થળાંતર કરનારા હજારો જરૂરિયાતમંદોને મદદ કરી હતી. એટલું જ નહીં, ભોજન અને ઘરે જવા સુધી તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલ અને ઓક્સિજન જેવી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત હતી ત્યારે પણ તેઓએ લોકોને ખૂબ ઉત્સાહથી મદદ કરી. તે હજુ પણ લોકોને વિવિધ રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે તેની બધે પ્રશંસા થઈ રહી છે.

Read Also

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!