GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ઈન્કમ ટેક્સ વિભાગની ચેતવણી, જો તમને પણ આવ્યો આ SMS તો ખાલી થઈ શકે છે તમારાં બેન્ક અકાઉન્ટ

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા લોકોને નકલી મેસેજ કરી ધોખાધાડી કરતા ઠગો વિશે ચેતવ્યા છે. કેટલાક લોકોને ઈન્કમ ટેક્સ રિફન્ડ બાબતે નકલી ઈમેલ અને એસએમએસ મળી રહ્યા છે. આ એસએમએસ વિશ્વાસુ નથી. આ કારણે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને ચેતવવામાં આવ્યા છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, તમારે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરવાનું છે. આ લિંક દ્વારા તમને ટેક્સ રિફંડ મળશે. જેમાં એક Url http://151.80.90.62/ITRefund પણ આપવામાં આવી છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેટલાક ટેક્સપેયરને આવા નકલી ઈમેલ અને મેસેજ મળ્યા છે, જે જોવામાં ઓરિજિનલ લાગે છે, પરંતુ તેના પર ક્લિક ન કરવું.

ટેક્સપેયરે ટ્વિટ કરી માંગ્યો આઈટી ડિપાર્ટમેન્ટ પાસે જવાબ
એક ટેક્સપેયરને આ એસએમએસ મળતાં જ તેણે સીધો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો સંપત્ક કર્યો અને આ એસએમએસને ટ્વિટર પર શેર કર્યો. જેમાં એ પૂછવામાં આવ્યું હતું કે, શું આ એસમેઅએસ સાચો છે? ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, તેમણે આવા કોઇજ એસએમએસ મોકલ્યા નથી. આ નકલી છે.

SMS મળે તો શું કરવું?
જો તમને આવા કોઇ એસએમએસ મળે તો તરત જ આઈટી ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો. ચેક કરવા માટે ટ્વિટર કે આધિકારિક ઈમેલ પર મદદ લઈ શકાય છે.

નકલી SMS પકડવાની રીત
ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે આ નકલી એસએમએસ પકડવાનો એક ઉપાય પણ બતાવ્યો છે. વિભાગનું કહેવું છે કે, તેઓ કોઇ ટેક્સપેયર પાસે ઈમેલ કે એસએમએસ પર કોઇ માહિતી માંગતા નથી. જો કોઇ તમારા પીન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ કે બેન્ક અકાઉન્ટની માહિતી માંગે તો, જરાપણ ન આપવી.

તમને કેવી રીતે થઈ શકે છે નુકસાન
જો તમારી પાસે આવી નકલી લિંક વાળો SMS આવે અને તમે તેના પર ક્લિક કરશો તો, તે તમારા માટે જોખમી નીવડી શકે છે. કારણકે આ લિંક ખુલતાં જ તમારી પાસે યૂઝરનેમ, પાસવર્ડ અને ક્રેડિટકાર્ડ જેવી માહિતી માંગવામાં આવી શકે છે અને ભૂલથી પણ તમે જો તમારી માહિતી શેર કરી દેશો તો, તેનાથી તમાને ભારે નુકસાન થઈ શકે છે.

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!