GSTV

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

કોરોના

ચાલુ વર્ષ માટે આવકવેરો (Income Tax) માટે ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશનની તારીખ જતી રહી છે. સેલેરી ક્લાસ લોકો માટે મોટી સમસ્યા એ છેકે, સમયનાં અભાવને કારણે બચત અને રોકાણની જાણકારી સમય પર જમા કરાવી શકતાં નથી. ડેડલાઈન પુરી થયા બાદ વિચાર આવે છેકે, કાશે સમય પર રોકાણનો પુરાવો જમા કરાવ્યો હોત તો સેલેરીમાંથી કપાત ન થાત. પરંતુ હવે તમારે ઘબરાવાની જરૂર નથી. જોકે, જાણકારા આપવાનો સમય તો જતો રહ્યો છે તેમછતાં. તમે હજી પણ Income Taxમાં બચત કરી શકો છો.

એકવાર તમારા HR સાથે કરો વાત

વાસ્તવમાં ઘણી કંપનીઓમાં HR ડિપાર્ટમેન્ટ કર્મચારીઓ ઉપર દબાણ બનાવવામાટે જ ડેડલાઈન બહુજ પહેલાં જ રાખી દે છે. તેનાંથી કર્મચારીઓ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ ડેક્લેરેશનની વિગતો મેળવવામાં મદદ મળે છે. ઘણીવાર HR ડેડલાઈનનો સાચો સમય જણાવતા નથી. તમે એકવાર વાત કરીને જુઓ, કદાચ હજી પણ વિગતો જમા કરાવવા માટે સમય બચ્યો હોઈ શકે છે.

સેલેરી કપાયા બાદ પણ પૈસા પાછા મળવાની છે આશા

વાસ્તવમાં કંપનીઓ પોતાની સગવડને જોતા કર્મચારીઓના ડેક્લેરેશનની વિગતો જાન્યુઆરીના અંત સુધી અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી સરકાર સમક્ષ રજૂ કરે છે. પણ જો તમે આ સમયમર્યાદા ચૂકી ગયા છો, તો કોઈ વાંધો નથી. તમે તમારા આવકવેરા વળતરમાં પણ તેમની માહિતી આપીને પૈસા પાછા મેળવી શકો છો. યોગ્ય રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા આવકવેરા નિષ્ણાત તમને તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે.

તેના સિવાય સામાન્ય રીતે આવકવેરા રીટર્ન ભરવાનું જૂન પછી શરૂ થાય છે અને અંતિમ તારીખ 31 જુલાઈ સુધી છે. જો કે, લગભગ દર વર્ષે આ સમયગાળો એક મહિના સુધી વધારવામાં આવે છે. ટીડીએસ કપાત વિશેની માહિતી મેળવવા માટે, તમારે સેલેરીની સ્લીપ ચેક કરવી પડશે. આ સાથે, આવકવેરા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને, તમે ફોર્મ 26AS માંથી પણ કર કપાતની માહિતી મેળવી શકો છો.

READ ALSO

Related posts

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!