GSTV

Senior Citizen માટે શું છે Income Tax Benefits, આ રીતે થઈ શકે છે ફાયદો

આયકર વિભાગ(Income tax)ના નિયમો મુજબ,દરેક નોકરીકર્તા અથવા બિઝનેસ કરનારા શખ્શો જેમની વાર્ષિક ઈનકમ ટેક્સ ફ્રી ઈનકમ કરતા વધારે થાય છે તેમના માટે દર વર્ષે ઈનકમ ટેક્સ ભરવાનું અનિવાર્ય હોય છે. જોકે, વિભાગ દ્વારા આયકર દાખલ કરવા માટે સીનિયર સિટીઝન અને વેરી સિનિયર સીટીઝન માટે અમુક છૂટછાટ આપવામાં આવ્યુ છે. 60થી 80 વર્ષની ઉંમરની વચ્ચેનાં લોકો સિનિયર સિટીઝન અને 80 વર્ષથી વધારેની ઉંમરનાં લોકોને વેરી સીનિયન સિટીઝન કહેવામાં આવે છે.  

ITR કાયદાનાં સેક્શન 80D હેઠળ સીનિયર સિટીઝનને હેલ્થ ઈંશ્યોરન્સ પ્રીમિયમને 50,000 સુધીનાં બેનિફિટ્સ આપવામાં આવે છે. પહેલાં તેમની હેલ્થ પ્રીમિયમ પેમેન્ટ ડિડક્શનની લિમિટ 30,000 રૂપિયા હતા.

Exemption Limit

નિયમો મુજબ, જે નાગરિકો 60 વર્ષથી ઓછી ઉંમરનાં છે તેમની Basic Tax Exemption Limit 2.5 લાખ રૂપિયા છે. પરંતુ સીનિયર સિટીઝન માટે આ લિમિટ 3 લાખ રૂપિયા છે. જ્યારે Very Senior Citizen માટે આ લિમિટ 5 લાખ રૂપિયા છે.

Reverse Mortagage Scheme હેઠળ કોઈ ડિડક્શન નહી

ઈમરજન્સી દરમ્યાન સીનિયર સિટીઝન માસિક કમાણી માટે પોતાના મોર્ટગેજ એકોમોડેશનને રિવર્સ કરી શકે છે.  જોકે, પ્રોપર્ટીનો માલિકી હક તેમની પાસે જ રહેશે અને તેમને દર મહિને માસિક પેમેન્ટ આપવામાં આવશે. સિનિયર સિટીઝનને ઈંન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવતી રકમ ઈનકમ ટેક્સનાં અવકાશમાં આવતા નથી.

વ્યાજની આવક પર કોઈ ટેક્સ નહી

60 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો સેવિંગ બેંક એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે. ફક્ત સીનિયર સિટીઝન અથવા વેરી સીનિયર સિટીઝન હોવા પર ડિડક્શન ક્લેમ 50,000 રૂપિયા સુધી કરવામાં આવે છે.

No Advance Tax

સીનિયર સિટીઝનને ત્યાં સુધી એડવાન્સ ટેક્સ ભરવાની જરૂરત નથી. જ્યાં સુધી તેમની કમાણી કોઈ પ્રોફેશન અથવા બિઝનેસમાંથી પ્રોફિટ એન્ડ ગેઈન તરીકે આવી રહી નથી.

Offline ફાઈલ થઈ શકે છે ITR

વેરી સીનિયર સિઠીઝન માટે ITR-1 (સહજ) અને ITR-4 (સુગમ) ભરવું અનિવાર્ય નથી. તે ITR દાખલ કરવા માટે કોઈ પણ માધ્યમની પસંદગી કરી શકે છે. તે ઓનલાઈન કે ઓફલાઈન કંઈ પણ હોઈ શકે છે.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!