પાકિસ્તાનની સાથે-સાથે PM ઈમરાન ખાન પણ થયા કંગાળ, ત્રણ વર્ષમાં જાણો કેટલી આવક થઈ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કાયદેસર આવક છેલ્લા ત્રણ વર્ષમાં 3.09 કરોડ રૂપિયા ઘટ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની આવકમાં વધારો યથાવત છે. સોમવારે એક મીડિયામાં આ માહિતી સામે આવી છે. ડૉન અખબારની રીપોર્ટ મુજબ, ક્રિકેટની દુનિયામાંથી રાજનીતિમાં આવેલા ખાનની 2015માં આવક પાકિસ્તાની રૂપિયામાં 3.56 કરોડ રૂપિયા હતી.

ગયા વર્ષે આટલી હતી ખાનની આવક

વર્ષ 2016માં આ ઘટીને 1.29 કરોડ રૂપિયા રહી અને 2017માં આ 47 લાખ રૂપિયા પર આવી ગઇ. રીપોર્ટમાં સત્તાવાર દસ્તાવેજોના હવાલા પરથી કહેવામાં આવ્યું છે કે 2015માં ખાનની આવકમાં 10 લાખ રૂપિયાથી થોડો વધુ વધારો ઈસ્લામાબાદમાં એક એપોઈન્ટમેન્ટના વેચાણથી થયો હતો. આ સિવાય વિદેશમાંથી ધનિદેશના રૂપમાં 98 લાખ રૂપિયા પ્રાપ્ત થયાં. વર્ષ 2016માં તેમની શુદ્ધ આવક ઘટીને 1.29 કરોડ રૂપિયા રહ્યાં.

પાકિસ્તાનના અન્ય નેતાઓની આટલી રહી આવક

જેમાં 74 લાખ રૂપિયા વિદેશમાંથી આવ્યાં હતાં. તો પાકિસ્તાની સંસદના નિચલા ગૃહમાં પ્રતિપક્ષના નેતા શાહબાજ શરીફની કાયદેસર આવકમાં સતત વધારો થયો છે. 2015માં તેમની આવક 76 લાખ રૂપિયા હતી, જે 2017માં વધીને એક કરોડ રૂપિયાને પાર કરી ગઇ. વર્ષ 2015માં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની કુલ આવક 10.5 કરોડ રૂપિયા રહી. જેમાં તેમની કૃષિ સાથે થયેલી આવક પણ સામેલ છે. 2016માં આ વધીને 11.4 કરોડ રૂપિયા અને 2017માં 13.4 કરોડ રૂપિયા રહીં. તેમની પાસે 7748 એકર જમીન છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter