GSTV

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

શેર

Last Updated on July 31, 2021 by Harshad Patel

જો તમારી પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. આજે, 31 જુલાઈ સુધીમાં, તમારા ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સનું કેવાયસી કરાવવું પડશે. જો તમે આજે KYC નહીં કરાવો તો સોમવારે તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં. તમારું ખાતું આજે જ બંધ થઈ જશે.

શેર

કરાવવી પડશે કેવાયસી

તમારે તમારા ડીમેટ ખાતામાં તમારી આવકની શ્રેણી, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી વગેરે અપડેટ કરાવવા પડશે. જો તમે આ બધી માહિતી આજે તમારા ડીમેટ અને ટ્રેડિંગ ખાતામાં અપડેટ નહીં કરો, તો તમારું ખાતું ડીએક્ટિવેટ – નિષ્ક્રિય થઈ જશે. એનએસડીએલ અનુસાર, ડીમેટ અને ટ્રેડિંગ ખાતા ધરાવતા રોકાણકારોએ નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયા હેઠળ આ 6 માહિતી આપવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, પાન ડિટેઈલ, મોબાઇલ નંબર, ઈ-મેલ આઈડી અને વાર્ષિક આવકનો સમાવેશ થાય છે.

આ માહિતી આપવી ફરજિયાત

1 જૂન, 2021 પછી ખોલવામાં આવેલા તમામ ખાતાઓ માટે આ છ માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી છે, તે પહેલા રોકાણકારોના કેવાયસી અપડેટ કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો આ વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો તમારું ડીમેટ ખાતું ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. પછી આ માહિતી અપડેટ થયા બાદ જ તે ફરીથી એક્ટિવ કરવામાં આવશે.

શેરબજારમાં ટ્રેન્ડ

તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન શેરબજાર તરફ રોકાણકારોનું વલણ વધ્યું છે. NSE ના લેટેસ્ટ ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ થાય છે. NSE અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાર મહિનાથી ઓછા સમયમાં 50 લાખથી વધુ નવા રોકાણકારો આ પ્લેટફોર્મ પર નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, નવા રોકાણકારોની નોંધણી વાર્ષિક ધોરણે 2.5 ગણી વધી છે. એપ્રિલ-જુલાઈ 2019 દરમિયાન 8.5 લાખ નવા રોકાણકારો નોંધાયા હતા. એપ્રિલ-જુલાઈ 2020 માં, આ આંકડો વધીને 20 લાખ અને ચાલુ નાણાકીય વર્ષમાં 25 જુલાઈ સુધી 51.3 લાખથી પણ વધુ વટાવી ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!