લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા લાગૂ કરી દેવાઈ છે ત્યારે ચિત્તાની જેમ INCOM TAX નજર રાખશે

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે..આચારસંહિતા લાગૂ કરી દેવાઇ છે. ત્યારે ચૂંટણી સમયે બ્લેકમનીની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્સ વિભાગને જવાબદારી સોંપાઇ છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગના ડીજીએ પ્રેસ યોજી હતી. જેમાં ચૂંટણી સમયે કેશની મુવમેન્ટ પર નજર રખાશે. સ્ટેટ પોલીસ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નજર રાખશે. આ માટે 24 કલાક એક્ટીવ રહે તેવો ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 33 જિલ્લામાં 33 ટીમો બનાવવામાં આવી છે. જે કેશ મળશે તેનો રિપોર્ટ ઇલેક્શન કમિશનને કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના તમામ 11 ઍરપોર્ટ પર ઇન્કમટેક્સની ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગે લોકોને અપીલ કરી છેકે જે પણ નાણા લઇને સાથે નીકળો તેના પુરાવા સાથે રાખવા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter