દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. એવામાં દરેક લોકો ખુદને ઠંડીથી બચાવવા માટે તમામ ઉપાય કરી રહ્યા છે. કારણ કે, શરદી વધવાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. શિયાળામાં મૌસમી સંક્રમણ સિવાય ગઠિયા, સાંધાના દુઃખાવાની સમસ્યા વધી જાય છે. શિયાળામાં માત્ર ગરમ કપડા પહેરવા પર્યાપ્ત નથી, પરંતુ તમારે પોતાની ડાયટમાં પણ એવી વસ્તુ સામેલ કરવી પડશે જેનું સેવન કરવાથી તમારુ શરીર ગરમ રહે અને ઈમ્યુનિટી પણ બૂસ્ટ થઈ જાય. તાપમાન ઓછુ હોવાથી આપણી ઈમ્યુનિટી નબળી પડી જાય છે. ઈમ્યુનિટી બૂસ્ટ થવાથી શરદી, ઉધરસ, ફ્લૂ અને કોરોના વાયરસ જેવી બીમારીઓથી બચી શકાય છે. તો આવો જાણીએ તે ફૂડ્સ વિશે જેનું સેવન કરવાથી તમે પોતાની ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખી શકો છો.
આંબળા
આંબળા શિયાળાનું સુપરફૂડ છે, જે ન્યૂટ્રિએન્ટ્સ અને વિટામિનથી ભરપૂર છે. આંબળામાં વિટામિન સીનું ભરપૂર પ્રમાણ હોય છે. દરરોજ આંબળાનું સેવન કરવાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી સાજા થઈ શકો છો. આ અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આંબળા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તમે ઈચ્છો તો આંબળાનું અથાણું, જ્યૂસના રૂપમાં સેવન કરી શકો છો. તે સિવાય બીમારીઓથી બચવા માટે દરરોડ કાચા આંબળાનું ખાલી પેટ સેવન કરો.

પૌષ્ટિક આહાર
શિયાળામાં ગોળનું સેવન કરવાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો. ગોળ આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સીઝનમાં ગોળ અને તેનાથી બનેલી વસ્તુનું સેવન કરવું જોઈએ. ગોળ તમારા ફેફસાઓને સાફ કરવામાં મદદ કરે છે.
પંજરી અને લાડુ
શિયાળામાં સૂંઠના લાડુ, ગોંદના લાડુ ખાસ બનાવવામાં આવે છે. આ લાડુ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે. ઘી, ઘઉંનો લોટ, નટ અને બીની સાથે બનાવવામાં આવેલી પંજરી શરીરને ગરમ રાખવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. લાડુનું સેવન ઠંડી અને ફ્લૂને રોકે છે અને તમારી સ્કિનને ચીકણી અને કોમળ બનાવે છે.
ઘી
મહત્તમ લોકોનું માનવુ છે કે, ઘી ખાવાથી તમારો વજન વધે છે, પરંતુ હકીકત એ છ કે, ઘી તમારા દરરોજના ભોજનનો ભાગ હોવો જોઈએ. ઘીમાં વિટામિન A, K, E, ઓમેગા- 3 અને ઓમેગા-9 ની જરૂરિયાત હોય છે. ઘી તમારા વાળ, સ્કીન અને પાચનતંત્રને સ્વાસ્થ રાખે છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ