GSTV

Foods for Heavy Beard: દાઢીને ભરાવદાર બનાવવા માટે આજે જ ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, મળશે જબરદસ્ત ગ્રોથ

દાઢી

Last Updated on July 19, 2021 by Bansari

ભારતીય સભ્યતામાં દાઢી રાખનારાઓનું ચલણ લાખો વર્ષો જૂનુ છે. પરંતુ આજકાલ યુવાઓમાં ભારે દાઢી (Heavy Beard) ની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઇ છે. પોતાની દાઢીના વાળને સ્વસ્થ અને ભરાવદાર રાખવા માટે પુરુષ શેમ્પુ અને સ્ટાઇલનું ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ દાઢીને સ્વસ્થ રાખવા માટે તેની અંદર પોષણ આપવુ પણ એટલુ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે હેવી બીયર્ડ માટે તમારા માટે કયા પોષક તત્વો જરૂરી છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

દાઢી માટે Vitamin C

ત્વચા અને વાળ માટે વિટામીન-સી ખૂબ જ જરૂરી હોય છે. આ એક એન્ટીઓક્સીડેંટ હોય છે. જે વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તમે તમારા ડાયેટમાં લીંબૂ, સંતરા, દ્રાક્ષ જેવા સાઇટ્રસ ફ્રૂટ્સ સામેલ કરીને આ પોષક તત્વોને હાંસેલ કરી શકો છો.

બીયર્ડ માટે Vitamin A

દાઢીના વાળને મજબૂત અને ભરાવદાર બનાવવા માટે વિટામિન-એ જરૂરી છે. જેના માટે તમે ડાયેટમાં ઇંડા, ગાજર, પાલક, પનીર, કેળા, શક્કરટેટી વગેરે સામેલ કરી શકો છો. વિટામીન-એ સ્કિન અને ટિશ્યુને પોતાને રિપેર કરવામાં મદદ કરે છે.

ઓમેગા-3

ઓમેગા-3 એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે દાઢીના વાળના મૂળને મજબૂત બનાવે છે. આ વાળના મૂળના બ્લડ સર્ક્યુલેશનને પણ તેજ બનાવે છે. જેથી વાળ અસામાન્ય રીતે તૂટતા નથી અને દાઢી હેવી બને છે. તેને પ્રાપ્ત કરવા માટે તમને સાલ્મન, ટ્યુના વગેરે માછલીઓનું સેવન કરવુ જોઇએ.

દાઢી

પ્રોટીન

આપણી માસપેશીઓ સાથે વાળ માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. કારણ કે વાળ પ્રોટીનથી બને છે. તેની ઉણપ તેમને નબળા, શુષ્ક અને નિસ્તેજ બનાવી શકે છે. પ્રોટીન પ્રાપ્ત કરવા માટે તમારે ડાયેટમાં માછલી, મસૂરની દાળ, ઇંડા, ડેરી પ્રોડક્ટ્સ, મીટ વગેરનું સેવન કરવુ જોઇએ.

દાઢીના ગ્રોથ માટે ઝિંક

દાઢીના ગ્રોથ માટે ઝિંકનું સેવન મદદરૂપ હોય છે. કારણ કે આ વાળના વિકાસને સપોર્ટ આપે છે. તમે ઝિંક પ્રાપ્ત કરવા માટે તમારા ડાયેટમાં લીલા પાંદડાવાળી શાકભાજી, ઇંડા વગેરે સામેલ કરી શકો છો.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!