GSTV
Health & Fitness Life Trending

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

જો તમે કોમ્પ્યૂટર અથવા લેપટોપ પર કામ કરવામાં સતત ઘણા કલાકો વિતાવો છો તો, તમારે તમારી આંખોને લઈને કેટલીક સાવધાનીઓની સાથે પોતાની ખાણી-પીણીમાં કેટલાક ખાસ ફૂડ્સનો સમાવેશ જરૂર કરવો જોઈએ. આ પ્રકારના ફૂડ પોષકતત્વોથી ભરપૂર હોય છે અને તમારી આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, ઘણી વખત આપણે તે નથી સમજી શકતા કે, ક્યાં પ્રકારના ફૂડ્સનો આપણે ડાયેટમાં સામેલ કરવા જોઈએ, જેથી આપમા શરીરની સાથે-સાથે આપણી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોય. એવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક એવા ફૂડ્સ જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયેટમાં ગાજરને જરૂરથી સામેલ કરો

આંખોની રોશનની જાળવી રાખવી છે અને તેને સ્વસ્થ બનાવી રાખવી છે તો પોતાની ડાયેટમાં ગાજરને જરૂરથી સામેલ કરો. વિટામિન એથી ભરપૂર ગાજર આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે રતૌંધીથી બચાવ કરે છે અને ઉંમરથી સંબંધિત નજરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે સિવાય વિટામિન-Aથી ભરપૂર અન્ય વસ્તુ જેવી પાંદડાવાળી ભાજી, બ્રોકલી અને નારંગીનુ પણ સેવન કરો.

વિટામીન-C થી ભરપૂર વસ્તુ સામેલ કરો

ઓમેગા-3 ફેટી એસિડ તમારા શારીરિક સ્વાસ્થયની સાથે જ તમારી આંખો માટે પણ ફાયદાકાર હોય છે. અખરોટ, સોયાબિન તેલ વગેરે ઓમેગા-3 થી ભરપૂર વસ્તુઓને પોતાના ડાયેટમાં સામેલ કરો. વિટામીન સી હાડકાઓની સાથે આંખો માટે ખૂબ જ ફાયદાકાર હોય છે. નારંગી, લીંબુ અને તે સિવાય અન્ય ખાટા ફળ પણ વિટામિન સીથી સારા સ્ત્રોત હોય છે. તેથી તમારી ડાયેટમાં વિટામીન-C થી ભરપૂર વસ્તુ સામેલ કરો. વિટામિન-E જ્યાં સ્કિન અને વાળ માટે ફાયદાકારક હોય છે, તો તમારી આંખો માટે પણ ખૂબ જ સારુ હોય છે. આ એક શક્તિશાળી એંટીઓક્સિડેંટ છે. તેના સારા સ્ત્રોત બદામ, પાલક, અવાકાડો વગેરે છે. તેને પોતાની ડાયેટમાં સામેલ કરવુ જોઈએ.

જિંકના સારા સ્ત્રોત છે

આંખોની રોશની બની રહે તે માટે આહારમાં જિંક જરૂર સામેલ કરવુ જોઈએ. ઘણા અભ્યાસોમાં તે સામે આવ્યુ છે કે, જિંકની ખામી હોવાથી રતૌંધી હોવાનો ખતરો વધી જાય છે. તેથી પોતાની ડાયેટમાં સીપ, માંસ, કદ્દીના બી, છોલે અને બદામનો જરૂરથી સામે કરો. આ જિંકના સારા સ્ત્રોત છે.

READ ALSO

Related posts

પીએમ કિસાન સન્માન નિધિ/ નવા રજીસ્ટ્રેશન માટે બદલાયા નિયમો, હવે રેશનકાર્ડ વગર નહિ થાય આ કામ

Binas Saiyed

કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો

Damini Patel

9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી

Hemal Vegda
GSTV