GSTV
Health & Fitness Life Trending

રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો આ સુપર ફૂડને તમારા ખોરાકમાં શામેલ કરી દો, જોવા મળશે ઉત્તમ પરિણામ

દરેક માણસ પોતાની હેલ્થ પ્રત્યે સજાગ હોય તે સ્વાભાવિક છે. શરીરને હેલ્ધિ રાખવા પ્રોટિનયુક્ત આહારને સામેલ કરવો જરૂરી છે. શરીર માટે ખાસ જરૂરી છે પ્રોટીન ફૂડ. શાકાહારી લોકો પ્રોટિન ફૂડ માટે જુદા જુદા સ્રોત તરીકે આ ફૂડને ડાયેટમાં શામેલ કરવા જરૂરી છે. વજન ઓછું કરવા માટે ભોજન અથવા વજન વધારવાનો હોય તો બંને પરિસ્થિતિમાં પ્રોટીન ખૂબ જ જરૂરી છે.

બીજી તરફ તમે તમારી ઈમ્યૂનિટિ વધારવા માગો છો અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માગો છો તો, તમારે તમારા આહારમાં સેહતમંદ ફેરફાર કરવા પડશે. ઘણી વખત લોકો ઈમ્યૂનિટી બૂસ્ટર કાઢાનું સેવન કરે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. કારણ કે, ઈમ્યૂનિટી બૂસ્ટર કાઢા અથવા ડ્રિંક્સ ઘણી વખત સેહત પર વિપરીત અસર કરે છે. આજે અમે તમને 4 સુપરફૂડની લિસ્ટ જે પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે જ તમારી ઈમ્યૂનિટીને પણ વધારશે.

જામફળ

ગરીબોનું સફરજન કહેવાતું ફળ જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જામફળમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનશક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. જામફળમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. 100 ગ્રામ જામફળમાં લગભગ 2.6 ગ્રામ પ્રોટીન હોય છે.

કિશમિશ

પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરેલી કિશમિશને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો. કિશમિશમાં આયર્ન, પોટેશિયમ અને ફાયબર હોય છે. પ્રોટીનની વાત કરીએ કો, 100 ગ્રામ કિશમિશમાં લગભગ 3.39 ગ્રામ પ્રોટીન હોય છે.

સોયા ચંક

સોયાચંક એ હેલ્ધિ પ્રોટીનયુક્ત આહાર છે. તેમાં કાર્બસ અને કૉલેસ્ટ્રોલ ઓછું હોય. સોયા પ્રોટીનમાં સૈચુરેટેડ ફેટ ઓછું હોય છે. જે તમારી પૂર્ણ સ્વાસ્થ્ય માટે સારુ છે. ઘણી વખત લોકો પ્રશ્ન પૂછે છે કે, શું સોયા પ્રોટીન લેવું જોઈએ અથવા તેના ઓપ્શન શું શું છે ? તો સોયા પ્રોટીન માટે ટોફૂ, સોયા મિલ્ક વગેરે સામેલ છે. યૂએસડીએના આંકડાઓ પ્રમાણે 100 ગ્રામ સોયા ચંકમાં 52.4 ગ્રામ પ્રોટીન હોય છે.

કટહલ

કટહલ શાકાહારીઓ માટેનું આ નોનવેજ ફૂડ પણ કહેવામાં આવે છે. કટહલમાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે. 100 ગ્રામ કટહલમાં લગભગ 1.8 ગ્રામ પ્રોટીન હોય છે. એટલું જ નહી, પરંતુ વિટામિન બી-6થી ભરપૂર છે, જે પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે અને ઈમ્યૂનિટી સુધારવામાં મદદ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ

Hardik Hingu

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu
GSTV