મહારાષ્ટ્રની એક સેશન કોર્ટના ન્યાયાધીશને અદાલતના પરિસરમાં આસિસ્ટેન્ટ પ્રોસીક્યૂટર દ્વારા થપ્પડ મારવાના મામલે બોમ્બે હાઈકોર્ટે સુઓમોટો એક્શન હેઠળ નોટિસ જાહેર કરી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના જસ્ટિસ આર. કે. દેશપાંડેએ બુધવારે કહ્યુ હતુ કે આવી ઘટનાઓ અદાલતની આઝાદી માટે ખતરો છે.

મહત્વપૂર્ણ છે કે આસિસ્ટેન્ટ પબ્લિક પ્રોસિક્યૂટર દિનેશ પરાતે બુધવારે બપોરે નાગપુર જિલ્લા અને સેશન કોર્ટની સાતમા માળની લિફ્ટની બહાર વરિષ્ઠ સિવિલ જજ કે. આર. દેશપાંડેને થપ્પડ મારી હતી. પોલીસે જણાવ્યું છે કે વકીલ કોઈ મામલામાં ન્યાયાધીશના નિર્ણયથી નારાજ હતા. વકીલ દિનેશ પરાતેએ ઘટના બાદ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ અહીં હાજર પોલીસકર્મીઓએ પરાતેની ધરપકડ કરી હતી.
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો
હાઈકોર્ટના જસ્ટિસ દેશપાંડેએ આદેશ જાહેર કર્યો છે કે આ ગંભીર મામલો છે કે જ્યાં કોઈ ન્યાયાધીશની અંગત સુરક્ષામાં ખતરામાં મૂકાઈ હતી. હાઈકોર્ટે કહ્યું છે કે આ અદાલતની આઝાદી પર ખતરો છે. કાયદાના રાજને કમજોર કરાઈ રહ્યું છે. આવો અપમાનજનક વ્યવહાર સહન કરવાની જરૂરત નથી. અદાલતે પરાતેને એક નોટિસ જાહેર કરી છ સપ્તાહમાં તેમની પાસેથી જવાબ માંગ્યો છે કે તેમની સામે અદાલતની અવગણનાના મામલે ફોજદારી કાર્યવાહી શા માટે કરવામાં આવે નહીં ?