GSTV
Home » News » જ્યારે શીલા દીક્ષિતની આંખ સામે ઊડી ગયા હતા કારના ફુરચા, ડ્રાઇવરના એક નિર્ણયથી બચ્યો હતો જીવ

જ્યારે શીલા દીક્ષિતની આંખ સામે ઊડી ગયા હતા કારના ફુરચા, ડ્રાઇવરના એક નિર્ણયથી બચ્યો હતો જીવ

દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલ દિલ્હીની કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ શીલા દીક્ષિતનું નિધન થઈ ગયું છે. તે 81 વર્ષની હતી અને બીમારીના કારણે એસ્કૉર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અત્યારે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ શીલા દીક્ષિતના જીવનનો એક એવો કિસ્સો, જેમાં તેમણે મૃત્યુને માત આપી દીધી હતી.

આ ઘટનાનો ઉલ્લેખ શીલા દીક્ષિતે તેમના પુસ્તક ‘સિટિઝન દેલ્હી, માય ટાઇમ્સ માય લાઇફ’માં કર્યો છે. 24 જુલાઇ, 1985ની ઘટના છે આ. તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સંત હરચરણ સિંહ લોંગોવાલ સાથે પંજાબ પીસ અકૉર્ડ થયો હતો. જેનાથી આશા હતી કે પંજાબમાં પરિસ્થિતિમાં સુધારો આવશે, પરંતુ ત્યાં બધું ઊંધુ જ થયું. ઑગષ્ટમાં લોંગોવાલની હત્યા થઈ ગઈ.

આ બગડેલા વાતાવરણમાં જ સપ્ટેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની હતી. ત્યાં ઇલેક્શન કેંપેનની જવાબદારી શીલા દીક્ષિતને સોંપવામાં આવી. શીલાનો જન્મ પંજાબના કપૂરથલામાં થયો હતો અને તે પહેલાં પણ ત્યાં કેંપેન કરવા જઈ ચૂકી હતી.

ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ આવી ગયો હતો. છેલ્લે સભાઓ પૂરી થઈ ગઈ. શીલા દીક્ષિત બિહારના એક સાંસદની કારમાં બેસીને અમૃતસર માટે રવાના થઈ. કારમાં શીલા સાથે એ સાંસદ, એક સિક્યોરિટી ગાર્ડ અને એક ડ્રાઇવર હતો.

ઘટના લગભગ બપોરે એક વાગ્યાની છે. ડ્રાઇવરે લંચ કરવા માટે કારને રસ્તામાં એક રેસ્ટોરેન્ટ પર ઊભી રાખી અને કહ્યું, “અત્યારે જમી લઈએ, અમૃતસર પહોંચતાં-પહોંચતાં બહુ મોડું થઈ જશે.” શીલા દીક્ષિત રેસ્ટોરેન્ટની અંદર સોફ્ટ ડ્રિન્ક પી રહી હતી, એ જ સમયે એક જોરદાર બ્લાસ્ટ થયો અને આસપાસ ધુમાડેધુમાડા થઈ ગયા. એ બ્લાસ્ટ એ જ કારમાં થયો હતો, જેમાં થોડીવાર પહેલાં શીલા બેઠી હતી. કારની પાસે હાજર બે બાળકોનું આમાં મૃત્યુ થયું અને કારના ફુરચે-ફુરચા ઊડી ગયા. જો ડ્રાઇવરે કાર ઊભી રાખવાનો નિર્ણય લીધો ન હોત તો, આ લોકોનું બચવું લગભગ અશક્ય જ હતું.

પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતી કે, કારમાં ટાઇમ બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો. શીલાને એ ધમાકો થવાનો અવાજ અને કારના ફુરચે-ફુરચા ઊડી જવાનો સીન જીવનભર યાદ રહી ગયો. તેમ છતાં શીલા દીક્ષિત હિમ્મત ન હાતી અને કેંપેનમાં આગળ આવી ભાગ લીધો. આ ઘટનાના 13 વર્ષ, 3 મહિના બાદ શીલા દીક્ષિત દિલ્હીની મુખ્યમંત્રી બની.

Related posts

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!