GSTV
Home » News » ઘરમાં રાત્રી રોકાણ માટે આવેલ યુવતી સાથે બની આવી ઘટના, સહમતિના નાટકથી ફસાયો યુવક

ઘરમાં રાત્રી રોકાણ માટે આવેલ યુવતી સાથે બની આવી ઘટના, સહમતિના નાટકથી ફસાયો યુવક

એક યુવતીએ પોતાની સાથે થયેલા બળાત્કારની દર્દનાક કહાનીને વર્ષો બાદ સાર્વજનિક રીતે શેર કરી હતી. તેણીએ કહ્યું કે, નાઈટ આઉટ બાદ તેણી જે યુવકના ઘર પર રોકાઈ હતી, તે યુવકે જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીએ કહ્યું કે, આ ઘટના દરમિયાન તેણી ઊંઘમાં હતી, પરંતુ તેણીને અહેસાસ થયો તે, તેની સાથે કંઈક ખોટુ થઈ રહ્યું છે. તેણી ડરના કારણે પોતાના ઊંઘતી હોવું જ દેખાડી રહી હતી અને કોઈ પણ વિરોધ કર્યો ન હતો.

ઈગ્લેન્ડની 27 વર્ષની રોબિને કહ્યું કે, તેણી સૂઈ ગઈ હતી, ત્યારે અચાનક તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું હતું, પરતુ ડરના કારણે તેણી ચુપચાપ પડી રહી હતી. માહિતી પ્રમાણે, રોબિને રેપના 6 વર્ષ બાદ આ ઘટનાને શેર કરતા કહ્યું કે, ડલેર મહમૂદ નામના વ્યક્તિની જ્યારે તેણી સાથે મુલાકાત થઈ ત્યારે તેણે પોતાની ઉંમર 27 વર્ષ જણાવી હતી, પરંતુ ખરેખર તેની ઉંમર 38 વર્ષ હતી.

આ ઘટનાની સાંજે રોબિન એક ક્લબમાં મહમૂદને મળી હતી. ત્યારબાદ બંને એક જ ટેક્સીમાં ઘરે જવા માટે નીકળ્યા હતા. એક ડ્રિંક લેવા માટે રોબિન મહમૂદના ઘરે જવા મટે તૈયાર થઈ ગઈ, પરંતુ તે સાફ કીધું હતું કે, તે સેક્સ નથી ઈચ્છતી. ઘરે પહોંચ્યા બાદ રોબિનને અચાનક ઊંઘ આવી ગઈ અને તેમી સૂઈ ગઈ હતી. ત્યારે રોબિનને લાગ્યું કે, તેણીનો રેપ થઈ રહ્યો છે, પરંતુ તે ચુપચાપ પડી રહી. કારણ કે, તેણી આંખ ખોલતા ડરી રહી હતી, બાજુમાં લેપેટોપ પડ્યુ હતું, મને ડર હતો કે, તે લેપટોપ ઉઠાવી મારા માથા પર મારી શકે છે.

આ ઘટના બાદ રોબિન જ્યારે ઘરે પહોંચી ત્યારે મહમૂદે મેસેજ પણ મોકલ્યો હતો કે, તું ભૂલતી નહી કે, તે મને સેક્સ કરવા દીધું છે. ત્યારબાદ રોબિને પોલીસને રેપની જાણકારી આપી હતી. વર્ષ 2014ની આ રેપ ઘટનાને લઈ મહમૂદને 2016માં ઈગ્લેન્ડની લિવરપુર ક્રાઉન કોર્ટને 5 વર્ષની સજા સંભળાવી હતી. સાથે જ એક વ્યક્તિ પર હુમલો કરવા માટે અલગથી 12 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

હાલમાં રોબિનને 2 વર્ષની એક દીકરી છે અને તેણી 2020ના ઓગષ્ટ મહિનામાં લગ્ન કરવા જઈ રહી છે. તેણીએ કહ્યું કે, તે સમાજની અન્ય મહિલાઓને દેખાડવ માગે છે કે, તમે પણ મજબૂત થઈ શકો છો. તેથી જ આ કહાની તમારી સાથે શેર કરી રહી છું.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!