મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે નવા ઓપરેશન થિયટરનું ઉદ્ધાટન

મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરાયું. રૂપિયા 10 કરોડના ખર્ચે અદ્યતન ચાર ઓપરેશન થિયેટર સાથે માનસિક રોગની હોસ્પિટલ અને ડાયાલીસીસ સેન્ટર ખુલ્લા મુકાયા છે. આ ઉપરાંત 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંડર પાસનું પણ લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત ગાંધીનગર હાઇ-વે પર ખારી નદી ઉપર નવીન ચાર માર્ગીય પુલનું નિર્માણ રૂપિયા 10 કરોડના ખર્ચે કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને લઇને 72 ગામો બંધ પાળશે તે વાતનો રદીયો આપ્યો હતો

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter