GSTV

હવે અમદાવાદીઓ જાપાની કલા સંસ્કૃતિને માણી શકશે, પીએમ મોદીએ કર્યું ઝેન ગાર્ડનનું ઉદ્ધાટન

સ્વામી

Last Updated on June 27, 2021 by Zainul Ansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશ ખાતે જાપાની ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીનું ડિજિટલ રૂપે ઉદ્ધાટન કર્યું હતું. એમએમએ ખાતે શરૂ થયેલ ઝેન કૈઝાનનો ઉદ્દેશ્ય જાપાની કલા સંસ્કૃતિ પ્રાકૃતિક રંગ અને આર્કિટેક્ચરના વિવિધ તત્વો પ્રદર્શિત કરવાનો છે.

જાપાની સંસ્કૃતિ અને પ્રાકૃતિક છટા અને વાસ્તુશિલ્પને દર્શાવવાનો

એએમએ અને ભારત જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત જાપાન ઈન્ફર્મેશન એન્ડ સ્ટડીઝ સેન્ટરના સંયુક્ત પ્રયાસ છે. જેને જાપાનના હ્યુંગો ઈન્ટરનેશનલ એસોસિએશન (એચઆઈએ) દ્વારા સમર્થન આપવમાં આવ્યું છે. એએમએ સ્થિત જૈન કૈઝાનનો મકસદ જાપાની સંસ્કૃતિ અને પ્રાકૃતિક છટા અને વાસ્તુશિલ્પને દર્શાવવાનો છે.

ભારત જાપાન મૈત્રી સંઘ, ગુજરાતનો સંયુક્ત પ્રયાસ

આ એએમએ સ્થિત જાપાન સૂચના મંત્રાલય અને અધ્યયન કેન્દ્ર તથા ભારત જાપાન મૈત્રી સંઘ, ગુજરાતનો સંયુક્ત પ્રયાસ છે. જેને જાપાનના હયોગો ઈન્ટરનેશનલ એસોસિયેશન નું સમર્થન મળ્યું છે.

ઝેન ગાર્ડન રેડ બ્રીજ ગુઝેઈ, શોજી ઈન્ટીરિયર, ગ્લોરી ઓફ તોરી થ્રીડી આર્ટ મ્યુરલ ફ્યુઝન ચબુતરો જેવાં કેટલાંક પરંપરાગત જાપાનીઝ રોમાંચક અંશ ધરાવે છે. એમાં કોઈનબોરી, ટાકી વૉટરફૉલ સુકુબાઈ બેસીન, કીમોનો સ્ક્રોલ જેવી લોકપ્રિય બાબતોનો સમાવેશ કરાયો છે અને તે કૈઝન હોલમાં બેકલીટ નિહોંગો પેઈન્ટીંગ મારફતે સુશોભન કરાયુ છે, જે જોવાલાયક છે. ગાર્ડનની આસપાસ યોસોકો બોનસાઈ પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે.

ઈકોનોમિક કો-ઓપરેશન કાઉન્સિલ, આઈએફજેએના ચેરમેન અને કેએચએસ મશિનરી લિ.ના એમડી યતિન્દ્ર શર્માએ માહિતી આપી હતી કે એએમએ ખાતે ‘કેએચએસ મશિનરી -કૈઝન એકેડેમી’ના કૈઝન હૉલનુ ઝગમગાટ ધરાવતુ વાતાવરણ ધરાવતા અને ઉત્કૃષ્ટ સુંદરતા ધરાવતુ ઝેન કૈઝન પરંપરાગત જાપાનીઝ ઝેન ગાર્ડન જાપાનની કલા અને સંસ્કૃતિનાં વિવિધ અંશ દર્શાવતાં જાપાનનાં સુંદર કુદરતી દ્રશ્યો અને સ્થાપત્યનો ઝમકદાર રંગોમાં પરિચય કરાવે છે.”

એએમએના વાઈસ પ્રેસીડેન્ટ દિવ્યેશ રાડીયાએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે “હ્યોગો પરફેકચરલ ગવર્નમેન્ટના હ્યોગો ઈન્ટરનેશનલ એસોસિએશને અમદાવાદ મેનેજમેન્ટ એસોસેશનને ગાર્ડન પ્રોજેકટ માટે કલાત્મક અને સુશોભિત આવાજી ટાઈલ્સના શિપમેન્ટની ગાર્ડન પ્રોજેકટની ફરસ, ગજેબો અને દિવાલો માટે ભેટ આપી છે, જેને હ્યોગો ગુજરાત ફ્રેન્ડશિપ મિશનને આગળ ધપાવવા માટેનો ઉદાર સંકેત માનીએ છીએ”.

આ પ્રસંગે હ્યોગો પરફેકચરના ગવર્નર તોશીઝો ઈડો, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ અને ભારત ખાતેના જાપાનના ભૂતપૂર્વ એમ્બેસેડર સુજન આર શિનોય હાજર રહયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!