GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

હાઈકોર્ટ

Last Updated on May 6, 2021 by Bansari

ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી કોવિડ સુઓમોટોની સુનાવણીના આદેશમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે રાજ્ય સરકારે ૨૭મી એપ્રિલના રોજ પરિપત્ર જાહેર કરી વિવિધ પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે આ પગલાં પૂરતા નથી. વર્તમાન પરિસ્થિતિને અંકુશમાં લેવાં અને સંક્રમણની ચેઇન તોડવા વધુ પગલાં લેવા જરૂરી છે, તેમજ લોકોને પણ સજાગ કરવાના પ્રયત્નો કરવામાં આવે કે તેઓ  બિનજરૂરી રીતે બહાર ન નીકળે. અમે આ અંગે કોઇ નિર્દેશો કે ભલામણ કરવા નથી માગતા પરંતુ સરકાર બહોળા જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે.

કોરોના

રાજ્ય સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઇ નિર્ણય કરે તે જરૂરી

ગઇકાલની સુઓમોટો સુનાવણીના આજે જારી થયેલા આદેશમાં ખંડપીઠે નોંધ્યું છે કે સંક્રમણની ચેઇન તોડવા અંગેના પ્રતિબંધો વિશે અમે કોઇ નિર્દેશ કે ભલામણો કરવા માગતા નથી, પરંતુ રાજ્ય સરકાર જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઇ નિર્ણય કરે તે જરૂરી છે. જો લોકો બિનજરૂરી બહાર નીળતા રહેશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આંટાફેરાં કરતા રહેશો તો સંક્રમણની ચેઇન તોડી શકાશે નહીં. આવાં લોકોને અટકાવવા કોઇ પગલાં લેવામાં નહીં આવે તો અન્ય નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે.

કોરોના

હાઇકોર્ટે સરકારને આ નિર્દેશ આપ્યા

આ ઉપરાંત કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે કે દરેક શહેરમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય હોસ્પિટલમાં લોકોને આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા વિશે પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા માહિતી આપવામાં આવે. અને તેમને ટેસ્ટિંગની સુવિધઆ જલદીથી કેવી રીતે મળી શકે તે અંગે પણ માહિતગાર કરવામાં આવે. રકોર્ટે રાજ્ય સરકારને ઓક્સિજન વ્યવસ્થાપન, આર.ટી.-પી.સી.આર. ટેસ્ટિંગ સુવિધા, રેમડેસિવિર, જી.એમ.ડી.સી.ની ધન્વંતરિ હોસ્પિટલ, હોસ્પિટલોમાં ખાલી બેડનો રિયલ ટાઇમ ડેટા વગેરે ૧૦ મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!