GSTV
Business Trending

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

વ્યાજદરમાં વધારાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ શકવાની આશંકા સાથે જ યુએસ ફેડ આગળ વધી રહી છે અને આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પણ આ અંગે ચેતવણી આપી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ અમેરિકામાં આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરતા કહ્યું કે ફેડરલ રિઝર્વ તરફથી આક્રમક વ્યાજ દર વધારાએ માંગને ધીમી કરી છે.

ઈન્ટરનેશન મોનિટરી ફંડ રજૂ કરેલ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા હોવાનો દાવો કર્યો છે અને આ પ્રયાસો નબળા પડી રહ્યા છે. અમેરિકાની આર્થિક નીતિઓના વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટમાં આઇએમએફ એ કહ્યું કે ૨૦૨૨માં યુએસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ૨.૯ ટકા વધવાની અપેક્ષા છે. આ અગાઉ એપ્રિલમાં ફંડે ૩.૭ ટકાના વિકાસદરનો અનુમાન મુક્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૨૩ માટે પણ વૃદ્ધિ દરનો અનુમાન ૨.૩ ટકાથી ઘટાડીને ૧.૭ ટકા કર્યું છે. તો ૨૦૨૪માં વિકાસ દર ઘટીને ૦.૮ ટકા થવાની ધારણા છે.

ગયા ઓક્ટોબરમાં IMFએ આ વર્ષે અમેરિકામાં GDP ગ્રોથ રેટ ૫.૨ ટકા રહેવાની આગાહી કરી હતી પરંતુ ત્યારથી નવા કોવિડ-૧૯ વેરિઅન્ટ્સ અને ડિમાન્ડ ચેઇનમાં વિક્ષેપને કારણે રિકવરી ધીમી રહી છે. બીજી તરફ યુક્રેનમાં રશિયાના યુદ્ધને કારણે ઇંધણ અને ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારાથી મોંઘાવરીને વધુ વેગ મળ્યો છે અને તે હવે ૪૪ વર્ષની ટોચે પહોંચી છે.

READ ALSO

Related posts

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV