શાહરૂખની ફિલ્મ ઝીરોના ડિરેક્ટરની આવી આ પ્રતિક્રિયા, ફિલ્મ મારા કમ્ફર્ટ ઝોન બહારની

દ્યતન ટેક્નોલોજીની મદદથી સુપર સ્ટાર શાહરુખ ખાનને વહેંતિયા તરીકે રજૂ કરતી ફિલ્મ ઝીરોના ડાયરેક્ટર આનંદ એલ રાયે કહ્યું હતું કે આ ફિલ્મથી હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી ગયો છું.

તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો બનાવનારા આ ફિલ્મ સર્જકે કહ્યું, ‘તમે અમુક પ્રકારની ફિલ્મો બનાવવા માટે પંકાઇ જાઓ પછી એ તમારો કમ્ફર્ટ ઝોન બની જાય છે. એ ઝોનની બહાર નીકળો ત્યારે શરૂમાં લોકો માનતા નથી કે આ તમારી ફિલ્મ છે. ઝીરોની બાબતમાં મને એવું લાગે છે કે મારા ચાહક દર્શકોને થશે કે આ આનંદ એલ રાયની ફિલ્મ ન હોઇ શકે.’

 ફિલ્મમાં એક કરતાં વધુ હીરોઇનો

આ ફિલ્મ શાહરુખ ખાનની રેડ ચીલીઝ બનાવી રહી છે અને એમાં શાહરુખ ખાનની સાથે સલમાન ખાનનો કેમિયો રોલ છે. આ ફિલ્મમાં એક કરતાં વધુ હીરોઇનો છે. અનુષ્કા શર્મા, કેટરિના કૈફ અને સદ્ગત અભિનેત્રી શ્રીદેવીનો પણ આ ફિલ્મમાં એક નાનકડો રોલ છે. આ ફિલ્મને શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ગણાવાય છે.

શાહરૂખને છે અા ફિલ્મ પર ઘણો મોટો અાધાર

આ ફિલ્મ પર શાહરુખ ખાનની કારકિર્દીનો ઘણો મદાર છે. એની છેલ્લી બે ત્રણ ફિલ્મો રઇસ, ફેન કે જબ હેરી મેટ સેજલ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી. એટલે આ ફિલ્મ પર એણે મોટી અપેક્ષા રાખી છે. ફિલ્મ ક્રિસમસની આસપાસ રજૂ થવાની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter