GSTV
Home » News » 6,6,6,6,6,6…એક જ ઓવરમાં ધડાધડ 6 સિક્સર અને રચાઇ ગયો ઇતિહાસ

6,6,6,6,6,6…એક જ ઓવરમાં ધડાધડ 6 સિક્સર અને રચાઇ ગયો ઇતિહાસ

19 સપ્ટેમ્બર 2007…આજથી 12 વર્ષ પહેલાં આજના જ દિવસે યુવરાજ સિંહે ઇતિહાસ રચ્યો હતો. સાઉથ આફ્રિકામાં રમાયેલા પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરના તમામ 6 બોલ પર 6 સિક્સર ફટકારી હતી. આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં આફ્રિકન ધુરંધર હર્શલ ગિબ્સ બાદ એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર તે બીજો બેટ્સમેન બન્યો હતો.

એક ઓવરના તમામ બોલ પર ધડાધડ સિક્સર

ભારતની ઇનિંગની 18મી ઓવર ચાલી રહી હતી. એન્ડ્ર્યુ ફ્લિંટૉફ બોલીંગ કરી રહ્યો હતો અને તેણે યુવરાજ તરફ અભદ્ર ઇશારા કર્યા હતાં પરંતુ તેનું પરિણામ સ્ટુઅર્ટ બ્રૉડે ભોગવવુ પડ્યુ. 19મી ઓવરમાં યુવરાજે બ્રોડના તમામ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધાં. ક્રીઝના બીજા છેડે ઉભેલો કેપ્ટન ધોની યુવરાજને જોતો રહી ગયો.

12 બોલમાં અડધી સદી

યુવરાજે આ દરમિયાન માત્ર 12 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી, જે આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટનો રેકોર્ડ છે. યુવીએ કુલ 16 બોલમાં 58 રન બનાવ્યાં. આ દરમિયાન તેણે 7 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા. યુવીની ઇનિંગના દમ પર ભારતે તે મેચમાં 218/4 રનોનો સ્કોર ઉભો કર્યો અને ઇંગ્લેન્ડને 18 રને હરાવ્યુ. પછીથી ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

37 વર્ષના યુવરાજ સિંહે આ વર્ષે જૂનમાં ક્રિકેટને અલવિદા કહ્યુ. તેણે 304 વન ડેમાં 8701 રન બનાવ્યાં, જેમાં તેણે 14 સદી અને 52 અડધી સદી ફટકારી. સાથે જ 58 ટી-20 ઇન્ટરનેશનલમાં તેના નામે 1177 રન છે. સાથે જ 40 ટેસ્ટ મેચમાં તેણે 3 સદી અને 11 અડધી સદી સાથે 1900 રન બનાવ્યાં.

Read Also

Related posts

ઠંડીની મોસમમાં તેલ માલીશ કરવાના આ છે 5 ફાયદા, જાણો કઈ કઈ સમસ્યાઓથી મળે છે મુક્તિ

pratik shah

વાયરલ Video : ચોરે કારના કાચ પર ફેંકી ઈંટ પછી મળ્યો એવો પાઠ કે….

pratik shah

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!