GSTV

જો તમારા કોમ્પયુટરમાં હશે આ સિસ્ટમ, તો આંખ મીંચીને પેનડ્રાઈવ ખેંચી લેજો કારણ કે…

અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી સલામત છે, એ પછી જ આપણે પેનડ્રાઇવ બહાર કાઢતા હતા. આમ તો ઘણા લોકો સલામતીની આ પ્રક્રિયાને અનુસર્યા વિના સીધે સીધી પેનડ્રાઇવ ખેંચી કાઢતા હોય છે, પરંતુ તેમાં ક્યારેક પેનડ્રાઇવમાંનો ડેટા કરપ્ટ થવાની શક્યતા રહે છે.

સેફ્લી રિમૂવ હાર્ડવેરની પ્રક્રિયાનું નહીં થાય પાલન

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦માં આવા લોકોનું કામ સહેલું કરી દીધું છે. વિન્ડોઝ-૧૦માં આવેલા ૧૮૦૯ અપડેટથી એવી સુવિધા ઉમેરાઈ છે જેને કારણે પેનડ્રાઇવને પેલી ‘સેફ્લી રીમૂવ હાર્ડવેર’ની પ્રક્રિયાનું પાલન કર્યા વિના સીધે સીધી બહાર ખેંચી શકાય છે. અલબત આપણે પેનડ્રાઇવ બહાર ખેંચીએ એ સમયે તેમાં કોઈ ડેટા રાઇટ થતો ન હોવો જોઇએ.

કોને મળશે આ સગવડનો લાભ ?

જો તમારા પીસી કે લેપટોપમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમને આ સગવડનો લાભ મળી શકે છે પરંતુ તેમાં ૧૮૦૯ અપડેટ ઇન્સ્ટોલ થઈ ગયું છે તેની ખાતરી કર્યા પછી જ આંખ મીંચીને પેનડ્રાઇવ ખેંચશો, બાકી તમારો ડેટા કરપ્ટ થઈ શકે છે!

READ ALSO

Related posts

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું, એક્સપર્ટસનાં મતે સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!