ભારતમાં ખાસ કરીને ગુજરાતના લોકોને વિવિધ જાતની વાનગીઓ ખાવાનો જબરો શોખ છે, તેમાંય જ્યારે ‘પાણીપુરી’ ખાવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ હોય છે. પરંતુ ભારતના જ એક પડોશી દેશમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે પણ એક નાના અમથાં કારણસર… તો ચાલો જાણીયે…

અમે વાત કરી રહ્યા છે ભારતની ઉત્તર દિશામાં આવેલા પડોશી દેશ નેપાળની. નેપાળની રાજધાની કાઠમંડુના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં ‘પાણીપુરી’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ એટલુ મોટુ નથી જેટલુ તમે માની રહ્યા છો.
ભારતમાં લોકો ગોલગપ્પા એટલા ઉત્સાહથી ખાય છે કે તમને દરેક ગોલગપ્પાના કાર્ટ પર ભીડ જોવા મળશે. ઘણા લોકો એક જ વારમાં ગોલગપ્પાની અનેક પ્લેટો ખાઈ જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં સરકારે માત્ર ગોલગપ્પાના વેચાણ પર જ પ્રતિબંધ મૂક્યો છે. શું આ દેશ વિશે જાણો છો? પાડોશી દેશ નેપાળમાં સરકારે થોડા સમય પહેલા ગોલગપ્પા પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા સાઈટ કોરા પર જ્યારે કોઈએ આ વિશે સવાલ પૂછ્યો તો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો. કોરા એક એવી સોશિયલ મીડિયા વેબસાઈટ છે જેના પર સામાન્ય લોકો તેમના પ્રશ્નો પૂછે છે અને સામાન્ય લોકો જ તેનો જવાબ આપે છે. તાજેતરમાં કોઈએ પૂછ્યું- “નેપાળ સરકારે ગોલગપ્પા પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે?”
ત્યારપછી લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી અને આ પ્રશ્નોના જવાબ આપ્યા. જિતેન્દ્ર બાથમ કહે છે- “ગોલગપ્પા સામાન્ય વ્યક્તિ માટે સામાન્ય સ્તર પર ખુલ્લું બનાવવામાં આવે છે. વધુ ખરાબી તેના પાણીમાં હતી. જે સાફ સફાઈના નિયમો વિના ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. નુકસાનકારક બેક્ટેરિયાનું કારણ નેપાળ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે. નીરજ તિવારીએ કહ્યું- “નેપાલ સરકાર એ ગોલગપ્પા પર પ્રતિબંધ મુક્યો છે. ઘણી બાબતોના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ગોલગપ્પાના પાણીમાં કોલરાના બેક્ટેરિયા મળી આવ્યા હતા.
હકીકતમાં આ વિસ્તારના 12 લોકોને કોલેરાની બિમારી થઇ છે, ત્યારબાદ અહીં ‘પાણીપુરી’ના વેચાણ પર સ્થાનિક વહીવટી અધિકારીએ કડક પ્રતિબંધ મૂક્યો છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘પાણીપુરી’ના પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ કારણે લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ શહેરમાં ‘પાણીપુરી’ના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
નેપાળના આરોગ્ય મંત્રાલયે તમામ લોકોને સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવા વિનંતી કરી છે, કારણે કે વધારે પડતા ઝાડા-ઉલટી, કોલેરા અને પાણીજન્ય રોગો થવાનું જોખમ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં વધી જાય છે.
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો