GSTV
Home » News » પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે : વડાપ્રધાન મોદી

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે : વડાપ્રધાન મોદી

લોકસભા ચૂંટણીની મધ્યમાં સનસનાટીયુક્ત દાવો કરતા વડાપ્રધાન મોદીએ આજે જણાવ્યું છે કે તૃણમુલ કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર રચાયા પછી આ ધારાસભ્યો તૃણમુલ છોડીને ભાજપમાં જોડાઇ જશે. ઝારખંડમાં અન્ય એક રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે મિશન ‘મહામિલાવટ’ને કેન્દ્રમાં ખિચડી સરકાર જોઇએ છે. મોદીના આ દાવા પછી રોષે ભરાયેલ તૃણમુલ કોંગ્રેસે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન હોર્સ ટ્રેડિંગ કરી રહ્યાં છે અને આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.

પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાની શ્રીરામપુર લોકસભા બેઠક અને નોર્થ ૨૪ પરગણાની બેરેકપોર વિસ્તારમાં સભાને સંબોેધતા મોદીએ મમતા પર ભાઇ-ભત્રીજા વાદ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મમતા પોતાના ભત્રીજાને પશ્ચિમ બંગાળમાં રાજકીય રીતે સ્થાપિત કરવા માગે છે. મોદીએ મમતાની વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે ‘દીદી, દિલ્હી દૂર હે’

modi in gujarat

મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનને નિશાન બનાવતા શ્રીરામપુરમાં એક રેલીને સંબોધત જણાવ્યું હતું કે આ ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી તમારા પક્ષના જ ધારાસભ્યો તમને છોડીને જતા રહેશે. તૃણમુલના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રેને તરત જ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક્સપાયરી બાબુ, પીએમ તમારી સાથે કોઇ નહીં આવે. અમારા કાઉન્સિલરો પણ તમારી સાથે નહીં આવે. શું તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છો કે હોર્સ ટ્રેડિંગ. તમારી એક્સપાયર ડેટ નજાક આવી ગઇ છે. અમે આજે જ ચૂંટણી પંચમાં તમારી ફરિયાદ કરીશું અને તમારા પર હોર્સ ટ્રેડિંગના આરોપો મૂકીશું.

READ ALSO

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!