GSTV

VIDEO :સેનાના જવાનનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ, જવાનોની પત્નીઓને ઘરે બોલાવીને સેનાના ઓફિસરો કરાવે છે આ કામ

સોશિયલ મીડિયા પર એક ભારતીય સેનાનાં સંબંધમાં ચકચાર મચાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેનાની વર્દી પહેરેલો માણસ પોતાને ભારતીય સેનાનો જવાન કહે છે. અને તે આરોપ લગાવે છેકે, સેનામાં ઓફિસરોની પત્નીઓ જવાનોનું શોષણ કરે છે. ફેસબુકમાં વાયરલ થયેલાં આ વીડિયોમાં આ વ્યક્તિએ આક્ષેપ કર્યો છેકે, સેનાનાં નિર્દેશોમાં ઓફિસરોની પત્નીઓનો મોટો હાથ હોય છે. તેમના નિર્દેશ પર જવાનોની પત્નીઓને ઘરે બોલાવવામાં આવે છે. અને તેમની પાસે કામ કરાવવામાં આવે છે. જ્યારેકે મોટી સંખ્યામાં જવાનો પણ સેનાનાં ઓફિસરોનાં ઘરના કામકાજોમાં લાગેલાં છે.

સેનાનો ગણવેશ પહેરેલાં આ માણસે વીડિયોમાં આરોપ લગાવ્યો છેકે, સેનાનાં ઓફિસરો મળેલા છે. અને બધા મળીને જવાનોનું શોષણ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. તેનો આરોપ છેકે, જવાનોએ ઓફિસરોની પત્નીઓને પણ સેલ્યૂટ મારવું પડે છે. અને જો કોઈ તેમની પત્નીઓની વાત ન માને તો તેમને ધમકી આપવામાં આવે છે, અને જવાનો આ શોષણની સામે કશું પણ બોલી શકતા નથી. કથિત જવાને કહ્યુ છેકે, ફેમિલી વેલફેરનાં નામ પર શોષણની રમત ચાલી રહી છે.

સૈન્ય ગણવેશ પહેરેલો આ માણસે કહ્યુ કે, ફેમિલી વેલફેર સેન્ટરનાં નામ પર જવાનોની પત્નીઓને બોલાવવામાં આવે છે અને એવું ન કરે તો તેમના પતિઓનો સામાન ગુમ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. કથિત જવાને આર્મીમાં ઓફિસરોની અંદર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યુ હતુકે, ઓફિસરો દરેક જગ્યાએ પરિવારવાદમાં જોડાયેલાં છે. તેના કરતા વધારે તેમની પત્નીઓનો હુકમ વધારે પરેશાન કરે છે.

READ ALSO 

Related posts

KBCમાં પ્રતિયોગીથી થયા અમિતાભ બચ્ચન ઈમ્પ્રેસ, નામ આપ્યુ જળપુરૂષ

Mansi Patel

કોરોના સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં સામે આવ્યું નવુ સંકટ, કોંગો ફિવરને લઈને પાલઘરમાં કરાયું એલર્ટ

Mansi Patel

અમદાવાદના આ. મ્યુનિ. કમિશનરે સરખી રીતે માસ્ક ન પહેરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ ભર્યાનો કર્યો દાવો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!