GSTV
Home » News » વંઠેલ આકાશ : અર્ઘનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલ પર દેખાતી મહિલાનો ઉતારતો હતો વીડિયો

વંઠેલ આકાશ : અર્ઘનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલ પર દેખાતી મહિલાનો ઉતારતો હતો વીડિયો

હજુ તો અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર મારવાના કેસની શાહી સૂકાઈ નથી ત્યાં તો વડોદરામાં મહિલાઓ સામે અશ્લીલ હરકતનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. વડોદરાનો આકાશ પટેલ નામનો વંઠેલ નબીરો સ્વીમિંગ પૂલમાં સ્વીમિંગ કરતી મહિલાઓનો વીડિયો ઉતારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આકાશ પટેલ નામનો આ શખ્સ અર્ધનગ્ન અવસ્થામાં તેના બંગલાની ગેલેરીમાંથી સામે આવેલી ક્લબમાં સ્વીમિંગ કરનારી મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. જોકે તેની આ કરતૂત ઉઘાડી પડી જતા હોબાળો થતા પોલીસે આકાશને ઝડપી પાડ્યો. અને તપાસ કરી તો સામે આવ્યું કે આકાશે મહિલાઓને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પણ તે આવી કોઈ કરતૂત કરે તે પહેલા ઝડપાઈ ગયો. જોકે અહીં સવાલ એ થાય કે મહિલાઓનો વીડિયો ઉતારનાર નબીરા સામે કાર્યવાહી કરાઈ. પરંતુ મહિલાને માર મારનારા નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્યવાહી ક્યારે કરાશે ?

બલરામે સત્તાના જોરે મહિલા સાથે સમાધાન કરી લીધું એટલે પોલીસ પણ શું સમગ્ર કેસ પર પડદો પાડી દેશે ? કે પછી ધારાસભ્ય સામે ઠોસ કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડશે ? એજ રીતે મહિલા આયોગે બંને ઘટનાઓનો રિપોર્ટ તો માંગ્યો છે. પરંતુ પીડિત મહિલાઓને ન્યાય મળે અને ભવિષ્યમાં આવું ન બને તે માટે નક્કર કાર્યવાહી કરશે ?

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!