વડોદરાના સંસ્કારી નગરી ઉપનામને ફરી લાગ્યું લાંછન, જાણો શું કર્યું આ નબીરાઓએ

ફરી એકવખત સંસ્કારી નગરી ગણાતા વડોદરામાંથી નબીરાઓની દારૂની પાર્ટી ઝડપાઇ. જેમાં વસવેલ ફાર્મ હાઊસમાં દારુ બિયરની મહેફિલમાં પોલીસે રેડ કરીને કુલ 14 નબીરાઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે કુલ ૧૮, ૪૨, ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં વૈભવી કાર સહિત દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પકડાયેલા 14 નબીરાઓ વડોદરામાં જ રહે છે. હાલમાં પોલીસે તમામની અટકાયત કર્યા બાદ તમામને જામીન પર મુક્ત કર્યા છે. સૌથી મહત્વની વાત એ હતી કે પકડાયેલા નબીરાઓમાં દર્પિત પટેલ નામનો આરોપી વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલનો દીકરો છે.

ત્યારે વાઘોડિયા પી.એસ.આઈ સામે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવાતા જિલ્લા પોલીસ વડા આ સમગ્ર મામલે ગુસ્સે ભરાયા છે

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter