GSTV

વડોદરામાં સરકારી તંત્રની ઘોર બેદરકરી, સફાઈ કામદારને કોઈપણ સુરક્ષા વગર ઉતાર્યો ગટરમાં

Last Updated on June 29, 2019 by

વડોદરામાં એફએસએલ ઓફિસ પાસે 7થી 8 ફૂટ ઊંડા ડ્રેનેજમાં એક સફાઈ કામદારને ઉતારવામાં આવ્યો હતો. કોઈપણ સુરક્ષાના સાધનો વિના અરવિંદભાઈ નામના સફાઈ કામદારને ડ્રેનેજમાં ઉતારતાં ચકચાર મચી હતી. આ સમગ્ર કામકાજ પીડબલ્યુડીની અધિકારીઓ, કર્મચારીઓની નજર હેઠળ થયું હતું. વડોદરા કોર્પોરેશને પણ આ પ્રકારે કામગીરી પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં પીડબલ્યુના અધિકારીની આગેવાનીમાં સફાઈ કામદારને ડ્રેનેજમાં ઉતારાયો હતો. કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમને બચાવવા સફાઈ કર્મચારીને ડ્રેનેજમાં ઉતારાયો હતો.

મહત્વનું છે કે વડોદરા જિલ્લાના ડભોઈમાં દર્શન હોટલના ખાળકૂવામાં ઉતારેલા સાત સફાઈ કર્મચારીઓનાં મોત થયા હતા. તેમ છતાં ખુદ સરકારી વિભાગે પણ કોઈપણ સુરક્ષા વિના સરકારી સફાઈ કામદારને ડ્રેનેજમાં ઉતાર્યો હતો. ત્યારે વડોદરાના પીડબલ્યુડીની ઘોર બેદરકારી સવાલો ઉઠે કે સરકારી સફાઈ કર્મચારીને સુરક્ષા વગર કેમ ડ્રેનેજમાં ઉતાર્યો.

તંત્રએ સફાઈ કામદારને ડ્રેનેજમાં ઉતારતાં સુરક્ષાની વ્યવસ્થા કેમ ન કરી. માણસને ડ્રેનેજમાં ઉતારવા પર પ્રતિબંધ ગોવા છતાં કેમ નિયમ તોડાયો. શું સફાઈ કર્મચારીના જીવ કરતાં કલેક્ટર કચેરીનો રેકોર્ડ રૂમ મહત્વનો હતો. શું સરકારી અધિકારીઓને માણસના જીવની કોઈ કિંમત નથી. સફાઈ કર્મચારીને કંઈ થયું હોત તો કોણ જવાબદાર. અધિકારીઓ ડભોઈમાં સાત શ્રમિકોના મોતની ઘટના ભૂલી ગયા છે કે શું.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!