GSTV
Home » News » સંસ્કારી નગરી વડોદરા ફરી થઈ શર્મસાર, ધો-12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

સંસ્કારી નગરી વડોદરા ફરી થઈ શર્મસાર, ધો-12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

હજુ તો સ્વિમીંગ પુલમાં નહાતી સ્ત્રીઓના ફોટા પાડવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં જ સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી બીજી ઘટનામાં ન્યૂડ ફોટા પાડી બ્લેકમેલ કરીને ધો.12ની વિદ્યાર્થી પર દૂષ્કર્મની ઘટના બની છે. ત્યારે આ ઘટનાની ગંભીરતા એટલી છેકે સીએમ ઓફિસે પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.

સંસ્કારી નગરી તરીકેની છબી ધરાવતા વડોદરામાં કલંકરૂપ ઘટના બની છે. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી મિત્રોએ જ બળાત્કાર ગુજાર્યો છે. ત્યારે આ ઘટનાને લઇને સીએમએ જવાબદારો સામે કડક પગલા લેવાશે તેવી વાત કરી છે.

આ સમગ્ર ઘટનામાં સ્કુલના મિત્રોએ ધમકી આપી ન્યૂડ ફોટોઝ બાદમાં આ તસ્વીરને ફ્રેન્ડ સર્કલમાં મોકલી. જે બાદ તમામે આ તસ્વીરોનો લાભ લઇને યુવતીને બ્લેકમેલ કરી હતી. આ ઘટનામાં ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં 3 સગીર અને એક હોમગાર્ડ જવાન સહિત 6 શખ્સો સામે ગુનો નોંધીને 3 શખ્સોની ધરપકડ કરાઇ છે. ત્યારે આ ઘટના બાદ હવે શું કડક કાર્યવાહી થાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!