GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદ બાદ હવે વડોદરામાં પડ્યા, એનએસયુઆઇના કાર્યકર્તાની અટકાયત

દિલ્હીની જેએનયુના વિવાદના પડઘા અમદાવાદ બાદ હવે વડોદરામાં પડયા છે. વડોદરામાં એનએસયુઆઇ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના પંચમુખી હનુમાનજી રોડ પર એનએસયુઆઇ દ્વારા એબીવીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર સળગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એનએસયુઆઇ કાર્યકર્તા મિતેષ ઠાકોર અને વ્રજ પટેલની અટકાયત કરવામાં આવી છે.

પોલીસની હાજરીમાં જ જોરદાર થઈ મારામારી

દિલ્હી જેએનયુમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડયા છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એબીવીપીના કાર્યાલય ખાતે એબીવીપી અને એનએસયુઆઇ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. બન્ને પક્ષએ એકબીજા પર તોડફોડનો આક્ષેપ કર્યો છે. જેને પગલે એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. પોલીસ અને મીડિયાની હાજરીમાં NSUIના કાર્યકરો સાથે મારામારી થઈ હતી. ઘટના સમયે પ્રદિપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલની પણ હાજરી હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે માર મરાયો છે. જેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક સમયે રોડ પર લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રૂત્વિજ પટેલે જણાવ્યું હતું કે, એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યુ કે, લોકશાહીમાં હિંસાને કોઈપણ સ્થાન નથી. જેથી પોલીસે મારામારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુએ ખુલ્લેઆમ આક્ષેપો કર્યા છે કે, ભાજપના ગુંડાતત્વોએ આ હુમલો કર્યો છે.

ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા.  હિંસા બાદ એબીવીપીના કાર્યાલય પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.. એબીવીપીનો આરોપ છે કે,  કોગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો દ્વારા કોઈના પર હુમલો કરવામાં આવ્યો નથી.

આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે. એનએસયુઆઈનો કાર્યકર નિખિલ સવાણી લોહી લુહાણ થયા છે. આ ઘટનામાં 10 વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા છે.

  • મારામારીમાં 10 વધારે લોકો થયા ઇજાગ્રસ્ત
  • એબીવીપીના કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • જેએનયુ હિસાના પડઘા અમદાવાદમાં પડ્યા
  • પાલડીમાં એબીવીપી અને એનએસયુ દ્વારા તોડફોડની ઘટના
  • પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો

આ ઘટના બાદ અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એબીવીપી અને એનએસયુઆઈ એકબીજા પર મારામારીના આરોપ મૂકી રહ્યાં છે. હાલમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં નીખીલ સવાણીને માર મરાયો છે. એબીવીપીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

આ ઘટનામાં છૂટાહાથના મારામારી સાથે લાકડીઓ દ્વારા પણ હુમલો કરાયો છે. જેએનયુના પડઘા અમદાવાદમાં પડતાં પોલીસ પણ આ બાબતે એલર્ટ બની ગઈ છે. ઘાયલ થયેલા એનએસયુઆઈના કાર્યકરોને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં  એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા હતા.  એનએસયુઆઈના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે જીએલએસમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો  જે દરમ્યાન કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સુરત કમિશ્નર પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, જળબંબાકારની સ્થિતિના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ

Nilesh Jethva

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

Mansi Patel

છોકરાઓ માટે ખૂબ સરળ છે હેન્ડસમ બનવું, આ 5 રીત અપનાવી પર્સનાલિટીને બનાવો વધુ અટ્રેક્ટિવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!