GSTV
Home » News » વડોદરામાં ગણેશ ચતુર્થી માટે ફાળો ન આપતા મોત મળી, કારણ બન્યું આ

વડોદરામાં ગણેશ ચતુર્થી માટે ફાળો ન આપતા મોત મળી, કારણ બન્યું આ

વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે ત્રણ દિવસ અગાઉ ગણેશ મંડળનો ફાળો ઉઘરાવવા જેવી નજીવી બાબતના ઝઘડાનો લોહિયાળ અને કરૂણ અંજામ આવ્યો છે. હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ઉકાજીના વાડિયામાં રહેતો ટીનો ઉર્ફે રમેશ ભોઈ અહીંથી પસાર થતો ત્યારે સંજુ કહાર, સાજન કહાર, અજય કહાર અને દેવ કહારના શખ્સોએ તેની પર હુમલો કર્યો હતો. રમેશે ગણપતિનો ફાળો માંગ્યો હતો.

જે આપવામાં આનાકાની થતાં ચારેય યુવકોએ તેની પર હુમલો કર્યો હતો. જોકે ત્રણ દિવસમાં પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરાતા બાળકને લઈને બાઇક પર ફરવા નીકળેલા સંજુ કહારને જાહેર માર્ગ પર ટોળાએ આંતરી લીધો હતો. અને તેની હત્યા કરીને નાસી છૂટ્યા હતા. બનાવને પગલે ધારાસભ્ય મધુ શ્રીવાત્સવે ગુનેગારોને ઝડપી લેવા માંગ કરી. મહત્વનું છે કે મૃતક સંજુ કહાર અને આરોપી રમેશ બંને ભાજપના કાર્યકરો છે. અને મધુ શ્રીવાસ્તવના ટેકેદારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Related posts

જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

Nilesh Jethva

અંબાજીના ગબ્બરમાં રસ્તો બંધ કરાતા ચૂંદડીવાળા માતાજીનો કરાયો વિરોધ

Kaushik Bavishi

નલિયા સેક્સ કાંડ : જસ્ટિસ દવે કમિશનનો તપાસ અહેવાલ ગૃહ વિભાગમાં કરાયો રજુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!