GSTV
Home » News » સંસ્કારી નગરીમાં અસંસ્કારી વેપારીઓ જનતાનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે

સંસ્કારી નગરીમાં અસંસ્કારી વેપારીઓ જનતાનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે

સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી અને લાલચુ વેપારીઓના કારણે શહેરીજનોના સ્વાસ્થય પર ગંભીર પ્રકારનો ખતરો તોળાઇ રહ્યો છે. કારણકે વડોદરામાં વિદેશથી આયાત થતા સફરજન શંકાસ્પદ લાગી રહ્યા છે. અમેરિકા ઓસ્ટ્રલિયા ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાંથી આવતા સફરજન શંકાસ્પદ લાગી રહ્યા છે. તપાસ કરતા આ સફરજની પરત પર મીણ જેવો પદાર્થ લગાવેલો હોય તેવું જણાયુ છે.

આ અંગે સામાન્ય લોકોને પણ જાણ થઇ ગઇ છે. આમ છતા વડોદરામાં વેપારીઓ આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ વેચાઇ રહ્યા છે. ત્યારે આ અંગે વેપારીઓ કહે છે કે આ સફરજન અમેરિકાથી આવે છે અને અહીં પહોંચતા 40 થી 50 દિવસનો સમય જાય છે. તેથી સફરજન બગડી ન જાય તે માટે અમેરિકાથી જ વેક્સ જેવો પદાર્થ લગાવીને અહીં ઇમપોર્ટ કરવામાં આવે છે.

ત્યારે સવાલ થાય કે જો આ સફરજન ખરીદનાર લોકો આ સફરજનને બરાબર ન ધુએ તો મીણ જેવો આ પદાર્થ લોકોના પેટ સુધી પહોંચી જાય. ત્યારે આ રીતે લોકોના સ્વાસ્થય સાથે થતી છેડછાડને લઇને વડોદરા આરોગ્ય વિભાગ શા માટે ચૂપ છે તે સવાલ ગંભીર બનેલો છે.

READ ALSO

Related posts

સુરત : શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાકડીની સોટીથી ફટકારી, ફરિયાદ કરી તો ડબલ સજા ફટકારી

Nilesh Jethva

પંકજા મુડેની ભાજપને ખુલ્લેઆમ ચેલેંજ : ભાજપ ઈચ્છે તો કાઢી શકે છે, ખડસેએ પણ પાર્ટી છોડવાની આપી ચીમકી

Nilesh Jethva

રામમંદિર કેસ નહીં ખૂલે ફરી, સુપ્રીમે ફગાવી દીધી તમામ પુર્નવિચાર અરજીઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!