GSTV
Gujarat Government Advertisement

VIDEO : દેશમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો સામે અહિંસાનો સંદેશ આપવા કરાયું અનોખુ આયોજન

Last Updated on December 17, 2019 by

નાગરિકતા સંશોધન બિલને કારણે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેથી વડોદરામાં આજે મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શની કરીને અહિંસાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેમા મોહનથી મહાત્મા સુધીના સફરની ચિત્ર પ્રદર્શનીમાં જુદા જુદા 21 ચિત્રો મૂકવામાં આવ્યા છે. એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આ ચિત્ર પ્રદર્શની યોજાઈ જેનું ઉદ્ઘાટન શહેરના કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું. તમામ ચિત્રો સાઉથ આફ્રીકા અને ભારતના ચિત્રકારોએ બનાવ્યા છે. જેમા આ ચિત્ર પ્રદર્શનીના આયોજકે એમ કહ્યું કે લોકોને ગાંધીજી વિશે ખબર પડે અને તેમના સિદ્ધાતોનું લોકો જીવનમાં પાલન કરે તે માટે આ ચિત્ર પ્રદર્શની યોજવામાં આવી છે.

નાગરિકતા સંશોધન બિલને લઇને દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ચિત્ર પ્રદર્શની યોજી અહિંસાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મોહન થી મહાત્મા સુધી ના સફરની ચિત્ર પ્રદર્શની માં અલગ-અલગ ૨૧ ચિત્રો મૂકવામાં આવ્યા છે. જેને ભારત અને સાઉથ આફ્રિકાના ૨૦ જેટલા ચિત્રકારોએ તૈયાર કર્યા છે. એમ એસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ચિત્ર પ્રદર્શન ની યોજાઈ જેનું ઉદઘાટન વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ પર્વ નિમિત્તે ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ ના સહયોગથી આ ચિત્ર પ્રદર્શની યોજાઇ રહી છે.

સાઉથ આફ્રિકાના આર્ટિસ્ટો કેનથ, કિંગડું, જોસઓ, પીટર, તથા ભારતીય ચિત્રકારોમાં અરુનાંશું ચૌધરી, જયંતિ રાબડીયા, બકુલેશ જોશી જેવા ચિત્રકારો એ ચિત્ર બનાવ્યા છે…સાપુતારા માં 10 દિવસ નો કેમ્પ યોજાયો હતો જેમાં તમામ ચિત્રકારો એ ચિત્રો બનાવ્યા હતા. મહાત્મા ગાંધીજી ના વેશ ધારણ કરી એક કલાકાર ચિત્ર પ્રદર્શની જોવા આવ્યા જેવો આકર્ષણ નું કેન્દ્ર બન્યા. ગાંધી બાપુ નો વેશ ધારણ કરનાર કલાકારે કહ્યું કે દેશ માં કોઈ પણ આંદોલન અહિંસક થવું જોઈએ હિંસા એ કોઈ પણ સમસ્યા નો ઉકેલ નથી. તો ચિત્ર પ્રદર્શની ના આયોજક એ કહ્યું કે લોકો ને ગાંધીજી વિશે ખબર પડે, તેમના સિદ્ધાતોનું લોકો જીવનમાં પાલન કરે તે માટે ચિત્ર પ્રદર્શની યોજવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!