GSTV

ઉત્તરાયણમાં પતંગની દોરી વાગવાથી અમદાવાદમાં 10 અને સુરતમાં 2 લોકો ઘાયલ, 2નાં મોત

ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદમાં  દોરીના કારણે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૧૦૮ને બપોરના બાર વાગ્યા સુધીમાં ૧,૩૦૫ ઈમરજન્સી કેસ મળ્યા છે. ઉતરાયણ પર્વ દરમ્યાન અમદાવાદમાં બપોરના બાર વાગ્યા સુધીમાં ૧૦થી વધારે લોકો દોરીથી ઘાયલ થયા. જેમા ઘાટલોડિયામાં એક વૃદ્ધ વ્યક્તિ દોરીથી ઘવાયો. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા.

આ ઉપરાંત આરટીઓ પાસે અન્ય એક યુવાનના ગળે દોરી વાગતા ટાંકા લેવા પડ્યા, અસારવા સિવિલ હોસ્પિટલ સારવાર અપાઈ. જ્યારે ખોખરા વિસ્તારમાં એક યુવાનનું પતંગની દોરીના લીધે નાક કપાતા એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.  સુરતમાં મોટર સાયકલ પર જતા પરિવારને પતંગની ઘાતક દોરીના કારણે અકસ્માત નડ્યો હતો. મોટર સાયકલ પર જઈ રહેલા પરિવારના બાળકને દોરી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

પિતાએ પરિવારને દોરીથી બચાવવાની કોશિશ કરતા મોટરસાયકલ સ્પીલ ખાઈ ગઈ હતી,. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા બાળકની સારવાર દરમ્યાન ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.  સુરતના રિંગ રોડ  પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતા ટુ- વ્હીલ ચાલક પતંગને ધારદાર દોરા વાગી.. મોટર સાયકલ સવાર નિર્મળ હોસ્પિટલના ઓવરબ્રિજ પરંથી પસાર થતો હતો ત્યારે તેના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી બાબુભાઇ પવાર નામના આ શખ્સને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદના રામોલ પાસે આવેલા મહેમદપુરા ગામે પતંગની દોરી આવી જતા બાઈક સવારનું મોત થયુ. પતંદના દોરાથી બચવા જતા બે બાઈક આમને-સામને ટકરાયા હતા. જેમાથી એક બાઈક સવારનું મોત થયુ હતુ,.બન્ને બાઈકો અથડાતા તેમાં દારુ અને બિયરની બોટલો પણ રસ્તા પર વેરાઈ હતી. ત્યારે ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તો વડોદરામાં પણ 16 વર્ષનાં કિશોરનું મોત થયું છે. ધાબા પરથી નીચે પટકાતા કિશોરનું મોત થયુ છે. કિશોર પતંગ ચગાવવા માટે ધાબા પર ચડ્યો હતો.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!